અજમલગઢ પર જશન સેરેમની સાથે અગ્નિદેવની પૂજા અર્ચના

અજમલગઢ પર જશન સેરેમની સાથે અગ્નિદેવની પૂજા અર્ચના

DivyaBhaskar News Network

Feb 25, 2018, 06:55 AM IST

ઈરાનથી ગુજરાતના સંજાણ બંદરે આવીને દેશના ખુણેખુણે વસેલા પારસીઓએ આજે દેશમા પોતાની આગવી ઓળખ બનાવી છે. સંજાણ બંદરે આવ્યા બાદ પોતાના આરાધ્ય દેવ એવા અગ્નિ દેવને પ્રથમ ઊદવાડા ખાતે સ્થાપિત કર્યા હતા પરંતુ આક્રમણકારીઓના ભયને કારણે અગ્નિ દેવતાને વાંસદાના અજમલગઢ પર સ્થાપ્યા હતા. એ જગ્યાએ આજે પ્રથમ વખત દેશના ખુણે ખુણે વસતા પારસીઓ મોટી સંખ્યામાં ભેગા અગ્નિદેવતાની પુજા કરી હતી.

પાકદાદર અહુરેદ મઝાદની મદદથી પોતાના ધર્મની રક્ષા અર્થે ઈરાનથી ભારત દેશની ભૂમિ ઉપર ગુજરાતના સંજાણ બંદરે રાજા જાદીરાણાનાં રાજયમાં આશરો લઇ આતશબાદશાહ સાહેબની સ્થાપના બાદ સંજાણથી થોડે દૂર બહારોટના પહાડ ઉપર વસવાટમાં મુશ્કેલી સર્જાતા પાક ઈરાનશા સાહેબને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે અજમલગઢ પહાડ ઉપર (ઈ.સ. 1405થી 1448) 14 વર્ષ સુધી વસવાટ કર્યો હતો. જે અર્થે પવિત્ર યાદગીરી રૂપે 21 ફૂટ સ્મૃતિ (સ્તંભ) સ્થાપિત કરવામાં આવ્યો છે.

મુંબઈના રહીશ પારસી મહિલા નિલોફર ઈચ્છાપુરીયાએ જણાવ્યું હતું કે અમને અમારા મિત્ર મંડળ હેઠળ વોટ્સ એપ પર મને ખબર પડી અને આ સ્થળે આવી છું. અમારા પુર્વજોના સ્થળે આવવાનો મને આનંદ છે અને અમારી સંસ્કૃતિ જળવાયેલી રહે એ અમારા માટે જરૂરી છે. આજની પેઢી પણ એ જાણે એવું વિચારીએ છીએ.

બરોડા સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર જીતેન્દ્રસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે આજથી 400 વર્ષ પહેલા અમારા પુર્વજો અહીં આવ્યા હતા. અહી સારો વિકાસ થયો છે, અમારા ગાયકવાડ કોમના 400 વર્ષથી જે સંબંધો રહ્યા છે એ મહત્ત્વના છે.

ઈરાનથી ભારતમાં દુધમાં સાકર ભળે તેમ પારસી સમાજ ભારત દેશમાં વસવાટ કર્યો છે અને કર્મભૂમિ સાથે વતનની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે એવા માયાળુ પારસી સમાજનું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અજમલગઢ પર જશન સેરેમની સાથે દસ્તુરજી વડાના વડપણમાં અગ્નિ દેવની પૂજા સાથે સુખડના લાકડીઓ ધરાવી પૂજા અર્ચન કરી એકબીજાને મળી પારસીઓએ શુભકામના પાઠવી હતી.

પારસી વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર સાહેબે જણાવ્યું હતું કે અજમલ ગઢનું મહત્ત્વ ઈરાનશાહ આતશ (અગ્નિ) સાથે જોડાયેલુ છે. સંજાણમાં આતશ પ્રગટાવવામા આવી ત્યારે તકલીફ આવતા ત્યાં ખસેડવામા આવ્યા હતા. 14 વર્ષ વાંસદાના અજમલગઢ પર રાખવામા આવ્યા હતા. એટલે ઈતિહાસ મહત્વનો છે જે આજની યુવાપેઢી અને પારસી સમાજ માહિતગાર થવા પામશે. વાંસદા પારસી જરથોષ્ટ્રથી અનજુનમ આયોજિત પારસીઓનો પ્રથમ જશન સેરોમનીમાં પારસીવડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર સાહેબ, wzoનાં ચેરમેન દિનશા તંબોલી, wzoનાં ટ્રસ્ટી બચી તંબોલ , સુરત પારસી પંચાયતનાં પ્રમુખ જમશેદ દોરીવાલા, વડોદરા ગાયકવાડ પરિવારના જીતેન્દ્રસિહ ગાયકવાડ, વાંસદાના મહારાજ દિગ્વિજયસિંહ સાથે દેશમાં વસેલા પારસી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
અજમલગઢ પર જશન સેરેમની સાથે અગ્નિદેવની પૂજા અર્ચના
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી