ભગવાનની મહાપૂજા દિલથી કરીએ તો મનોરથો પૂર્ણ થાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાનનીમહાપૂજા સાચા દિલથી કરીએ કે કરાવીએ તો મનોરથો પૂર્ણ થતા હોય છે. સદગુરૂ સંત પૂ. ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢમાં સૌ પ્રથમવાર મહાપૂજા શાસ્ત્રોક્તવિધિ અનુસાર કરેલી. તેમણે ત્યારે આશીર્વાદ પાઠવેલા કે જે કોઈ શ્રદ્ધાથી મહાપૂજા કરશે-કરાવશે તેના આધિ-વ્યાધિ દૂર થઈ જશે. યોગીજી મહારાજે ગોંડલ અક્ષર ડેરી ખાતે મહાપૂજાનો પ્રારંભ કરાવેલો ત્યારથી આપણા મંદિરોમાં અને ગોંડલ અક્ષર ડેરીમાં નિત્ય મહાપૂજા થાય છે. યોગીબાપા મહાપૂજાનો આગ્રહ રાખતા અને ધૂન કરતા. યોગીબાપાએ જે જે સંકલ્પો કરેલા તે બધા પરિપૂર્ણ થયા છે. દેશ-વિદેશોમાં બીએપીએસ-સ્વામીનારાયણના મંદિરો થાય અને ખૂબ સત્સંગ વધે, બધા હરિભક્તોના દેશકાળ સારા થાય, યમુના નદીને કાંઠે ભવ્ય મંદિર થાય વગેરે સંકલ્પો પૂર્ણ થયા છે. ઉપરોક્ત શબ્દો પૂ. કૃષ્ણપ્રિયસ્વામીએ મહાપૂજાનો મહિમા સમજાવતા નવસારી સ્વામીનારાયણ મંદિરે સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા.

પૂ. કૃષ્ણપ્રિયસ્વામીએ કિર્તન રજૂ કરી સૌને કિર્તનભક્તિમાં ઝબોળતા પ્રમુખસ્વામી મહારાજ અને મહાપૂજા વિશે વક્તવ્ય આપ્યું હતું. ભગવાનના ભક્તો ઉપર કાળ, કર્મ અને માયાનું જોર ચાલતુ નથી તે પણ પૂ. કૃષ્ણપ્રિયસ્વામીએ સમજાવ્યું હતું. તેમણે ચાતુર્માસમાં લેવાના નિયમો અંગે વિશદ છણાવટ કરી સૌને ઓછામાં ઓછા શ્રાવણ માસમાં તથા વર્ષની એકાદશીઓ-પૂર્ણિમાના પવિત્ર દિવસોમાં મહાપૂજા કરાવવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. જે મહાપૂજા કરશે કે કરાવશે તેના દુ:ખ-દારિદ્ર દૂર થશે. ખાધે-પીધે દુ:ખ નહીં આવે. કોઈ માણસ પ્રશ્નો-સમસ્યાઓ વિનાનો નહીં હોય. મહાપૂજા પ્રશ્નોનું સમાધાન કરે છે. સંસાર એવો છે કે સૌના દેશકાળ આવે છે. ભગવાનના ભક્ત ઉપર દેશકાળનું જોર ચાલતું નથી. ભગવાનનું સુખ શાશ્વત છે. ભગવાનનો સંપૂર્ણ આશરો આપણને શાંતિ અને નિર્ભયતા બક્ષે છે એમ પણ પૂ. કૃષ્ણપ્રિયસ્વામીએ જણાવ્યું હતું.

સ્વામીનારાયણ મંદિરે સત્સંંગ યોજાયો

અન્ય સમાચારો પણ છે...