પ્રદૂષણ અટકાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંગણેશોત્સવની તૈયારી ધીમા પગલે શરૂ થઈ ગઈ છે ત્યારે ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે અને પર્યાવરણને હાનિકારક રીતે થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટની રૂએ કલેકટરે પ્રતિબંધાત્મક હુકમો જારી કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે.

17મી સપ્ટેમ્બરના રોજથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. હજુ તહેવારને દોઢ મહિનો બાકી છે ત્યારે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ ગણેશોત્સવના મંડપ પણ બંધાઈ ગયા છે. મૂર્તિઓને કલાકારો આખરી ઓપ આપી રહ્યા છે. તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કલેકટરે જિલ્લા મેજિસ્ટ્રેટની રૂએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ પીઓપી મુર્તિઓ વિસર્જન સમયે નદીઓ/તળાવના કિનારે પુજનવિધિ કરી નદી/તળાવમાં પધરાવવી નહી, તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવી નહી. મુર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જવાશે નહીં. કોઇપણ મુર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો-કલાકારોએ શ્રીગણેશજીની પ્રતિમા/મુર્તિ નવ ફૂટથી વધારે ઉંચાઇની બનાવવી નહી કે વેચવી નહીં. આયોજકોએ બેઠકની ઉંચાઇ સહિત 12 ફૂટથી વધારે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહીં. વિસર્જન-સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ 15 ફૂટથી વધારે રાખવી નહી. મુર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલિગત ચીકણી માટીનો ઉપયોગ કરવો ભઠ્ઠીમાં સુકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવો નહી. મુર્તિઓની બનાવટમાં મુર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા કુદરતી રંગોનો ઉપયોગ કરવો કેમીકલયુકત રંગોથી મુર્તિને કલર કરવો નહી. નવસારી બહારથી મુર્તિઓ લાવી વેચનાર મુર્તિકારો/વેપારીઓને નિયમો લાગુ પડશે. પ્રતિબંધ તા.31 ઓગસ્ટ 2015થી તા.28 સપ્ટેમ્બર 2015 સુધી મુકવામાં આવ્યો છે.

શ્રીજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહેલા કારીગરો.

ગણેશ સંગઠનના પ્રમુખની અપીલ

નવસારીગણેશ સંગઠન મંડળના પ્રમુખ કનક બારોટે જણાવ્યું કે ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં તથા પર્યાવરણને હાનિરૂપ થાય તે રીતે ઉજવાય તે માટે દરેક ગણેશ મંડળોએ કુદરતી માટીથઈ બનાવેલી અને નાની આકર્ષક મૂર્તિઓનું સ્થાપન કરવું જોઈએ. સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામુ બહાર પાડ્યું છે તેનો અમલ કરવો જોઈએ.

ગણેશજીની મૂર્તી 9 ફૂટથી વધારે નહીં બનાવવા જાહેરનામું

અન્ય સમાચારો પણ છે...