• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા |સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઇ.ઇ.ડી યુનિટ નવસારી અને નિર્માણ

વાંસદા |સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઇ.ઇ.ડી યુનિટ નવસારી અને નિર્માણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઇ.ઇ.ડી યુનિટ નવસારી અને નિર્માણ વિશિષ્ટ શાળાના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લા કક્ષાનો વિશ્વ દિવ્યાંગ દિનની આજરોજ બી.આર.સી.ભવન વાંસદા ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં દરેક તાલુકાના બીઆરપી, આર.ટી.તથા નિર્માણ વિશિષ્ટ શાળાના શિક્ષકો દ્વારા દિવ્યાંગ બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તથા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોના વાલીઓ પણ હાજર રહ્યાં અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા આઇ.ઇ.ડી કો.ઓર્ડિનેટર ગિરીશભાઇ ચૌહાણ તથા બી.આર.સી.કો.ઓ પ્રફુલભાઇ કોઠારી તેમજ બીઆરપી પટેલ હિતેશભાઇ અને આર.ટી.ચાંદુ ખોડુભાઇ, પરમાર કુંજલબેન દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

નવસારી જિલ્લા કક્ષાના વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...