ઔરંગઝેબ રાજ કોંગ્રેસને મુબારક: મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાધરમપુરમાં યોજાયેલી ગુજરાત વિકાસયાત્રા સભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી મુદ્દે મણિશંકર ઐયરે કરેલી વાતને આશ્ચર્યજનક લેખાવી હતી. તેમણે કહ્યું, મણિશંકર કહે છે કે જહાંગીરથી લઇ ઔરંગઝેબ સુધીના મોગલ બાદશાહના શાસનમાં ઉત્તરાધિકારીઓ તેમની ઔલાદ હતી. રીતે કોંગ્રેસનો ઔરંગઝેબ રાજ તેમને મુબારક તેવો કટાક્ષ કરી વડાપ્રધાને કોંગ્રેસની દુ:ખતી નસ પર હાથ મૂક્યો હતો.

વડાપ્રધાને ભાષણની શરૂઆતમાં કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.કોંગ્રેસની સરકારના મંત્રી રહી ચૂકેલા મણિશંકર ઐયરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મામલે કરેલા નિવેદન મુદ્દે મોદીએ કહ્યું કે,ઐયર કહે છે કે,મોગલ બાદશાહ જહાંગીરની જગ્યાએ તેમના પૂત્ર શાહજહાં આવ્યા તો શું ત્યાં ઇલેકશન થયું હતુ? શાહજહાં બાદ ઔરંગઝેબ આવ્યા ત્યારે પણ શું ઇલેકશન થયું હતું? તો પહેલાંથી બધાને ખબર હતી કે જે બાદશાહની ઔલાદ છે તેને ગાદી મળશે.

કોંગ્રેસને ખબર છે કે તેનો અધ્યક્ષ કોણ બનશે.મણિશંકર ઐયરની વાતનો સંદર્ભ આપતા મોદીએ ટિપ્પણી કરી કે,કોંગ્રેસ પાર્ટી નથી પણ કુનબો છે.તેમનું સત્તા પર આવવાનો અર્થ છે કે બાદશાહની ઔલાદનું બેસવું.આ ઔરંગઝેબ રાજ તેમને મુબારક તેવું કહીને પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નવા અધ્યક્ષપદની ચૂંટણી અંગે અપનાવાતી રીતરસમને ટાર્ગેટ કરી હતી.મોદીએ કહ્યું કે,અમારા માટે દેશ મોટો છે.સવા કરોડ દેશવાસીઓજ દેશના ભાગ્ય વિધાતા છે.

સવા કરોડ વિધાતા અમારો હાઇકમાન્ડ છે.નવસારીના માજી ધારાસભ્ય કરસનભાઇ પટેલ છેલ્લા થોડા સમયથી ભાજપથી નારાજ હતા પરંતુ મોદી આવતા સ્ટેજ પર જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લામાં ધરમપુરના માલનપાડા ખાતે વડાપ્રધાનની જાહેર સભામાં માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું. તસવીર-ભાસ્કર

ખેડૂતો|ફળફળાદીનું ઉત્પાદન 20 લાખથી 90 લાખ ટન, શાકભાજીનું ઉત્પાદન 21 લાખથી 125 લાખ ટન વધ્યું છતાં કોંગ્રેસને વિકાસ દેખાતો નથી

નોટબંધી|નોટબંધીના કારણે કોંગ્રેસ ગુસ્સામાં છે. અેમનું ચાલે તો મોદીને જેલમાં પૂરી દે. કારણ કે નોટબંધીથી કોંગ્રેસે કમાઉ દીકરો ગુમાવ્યો છે

શિક્ષણ|ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિદ્યાર્થીઓ માટે ધો. 12 સાયન્સની એક પણ શાળા હતી અમે આવ્યા ને શાળાઓ શરૂ કરી

આદિવાસી|વાંસ કાપવાથી જેલમાં જતાં આદિવાસીઓને હવે જેલમાં જવુ પડે તે માટે નવો કાયદો બનાવ્યો છે. સાથે વધારાની 50 હજાર આવક પણ મળશે

ચાબખા| ધરમપુરમાં મોદીએ ‘મોગલ શાસનમાં ઉત્તરાધિકારીઓ તેમની ઔલાદ હતી’ કહીં ફિરકી લીધી

અન્ય સમાચારો પણ છે...