• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • પોતાના સુખની આધારશીલા સંપત્તિ નહીં પણ સારો સ્વભાવ છે : રાજરક્ષિત વિજયજી

પોતાના સુખની આધારશીલા સંપત્તિ નહીં પણ સારો સ્વભાવ છે : રાજરક્ષિત વિજયજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી તપોવનમાં આચાર્ય હંસકીર્તિસૂરિજીની પાવનનિશ્રામાં પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ જણાવ્યું કે પારિવારિક સુખની આધારશીલા સંપત્તિ નહીં પરંતુ સારો સ્વભાવ છે. સારા સ્વભાવની ખોટ અબજોની નોટથી પણ પૂરી શકાતી નથી.સોફા સેટ,લેમન સેટ,વીડીઓ સેટ વચ્ચે પણ આજનો માણસ અપસેટ છે કારણ કે સ્વભાવ સેટ થતો નથી.દિવાળી હોય કે ખ્રિસ્તીનું નવું વર્ષ હોય તે દિવસોમાં જૂની વસ્તુ કાઢીને નવી વસ્તુ લાવવાનો પ્રયત્ન કરનાર માનવી પોતાનો પિત્તલ સ્વભાવ મૂકીને રોયલ સ્વભાવ બનાવવાનો પ્રયત્ન કરતો નથી.ઘરમાં રહેલ જૂના કપડાં,જીર્ણ ફર્નિચર કે તૂટેલા રમકડાં ખડકે છે પરંતુ પોતાનો ક્રોધી સ્વભાવ ખટકતો નથી.ખટપટીયો અને કચકચીયો સ્વભાવ અંતે માણસને હાર અને અપ્રિયતાની ભેટ આપે છે.

સારા સ્વભાવ ઉપર ભાર આપતાં પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ કહ્યું કે માણસના મરણ પછી યોજાતી પ્રાર્થના સભામાં વ્યક્તિના રૂપ રૂપિયા કે સત્તાના ગુણગાન ગવાતા નથી પરંતુ તેઓ સારા સ્વભાવના હતા. પરગજુ હતા, સમાજ દેશ માટે ઘસાઇ છૂટનારા હતા આવા શબ્દોથી લોકો યાદ કરે છે. વ્યક્તિ ભલે મૃત્યુ પામે પરંતુ વ્યક્તિના ગુણો તો ચિરંજીવી હોય છે. દરેક વ્યક્તિએ સંકલ્પ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...