તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નવસારીમાં સયાજીવૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં દર

નવસારી |નવસારીમાં સયાજીવૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં દર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં સયાજીવૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં દર મહિનાના ચોથા શનિવારે યોજાતા મને ગમતું પુસ્તક શ્રેણીનાં 252માં મણકામાં આજે વડોદરાના યુવા કવિ,નાટ્યકાર મકરંદ મુસળેએ નિદાફાઝલીનાં પુસ્તક સફર મેં ધૂપ તો હોગી વિશે ગઝલોનો સંવાદ રસીક શ્રોતાઓને કરાવ્યો હતો. એમણે આરંભમાં જણાવ્યું કે નવસારી વાંચન અને પુસ્તકનો યજ્ઞ ચલાવનારા અગ્નિ હોમી છે. પુસ્તકાલયએ યજ્ઞ શાળા છે. અહીં અખંડ યજ્ઞ ચાલે છે. સફર મેં ધૂપ તો હોગી વિશે બોલતાં મકરંદ મુસળેએ જણાવ્યું કે પુસ્તકની સાઇઝ જોઇને ક્વોલીટી નક્કી નથી થતી. અહીં માનવજીવન સાથેનાં સંવેદનો આપણી સાથે વણી લીધાં છે એટલી આપણને એમ લાગે કે આપણી વાત છે.

મને ગમતું પુસ્તક વિશે મકરંદ મુસળેનું પ્રવચન યોજાયું

અન્ય સમાચારો પણ છે...