તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાઇ

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સૂચન મુજબ નવસારી કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લાની ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ અમીત કાનાની તથા તેમની ટીમ દ્વારા સમગ્ર ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સપ્તાહની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગત તા.9થી 18 નવેમ્બર,2017 દરમિયાન ઉજવણીના ભાગરૂપે જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ન્યાયાધીશ અમીત કાનાની તથા તેમની ટીમ દ્વારા કનેક્ટિંગ ટૂ સર્વ અભિયાન હેઠળ ઘરે ઘરે ફરીને ડોર ટુ ડોર કેમ્પેઇન હાથ ધરાયું હતુ. દરમિયાન કાનૂની જાગૃતિને લગતા વિવિધ વિષયોના પેમ્પલેટ્સ,બ્રોસર જેવા સાહિત્યનું મોટે પાયે વિતરણ કરાયું હતુ.

ઉપરાંત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામોમાં જુદી જુદી 33 જેટલી કાનૂની જાગૃતિ શિબિરોનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.

ન્યાયપાલિકા દ્વારા ઉજવણીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાના માધ્યમથી પણ કાનૂની જાગૃતિ કેળવવામાં આવી હતી.

શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...