તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શિવાજીની પ્રતિમાને બૂટ પહેરીને હાર પહેરાવાતા શુદ્ધ કરાઇ

શિવાજીની પ્રતિમાને બૂટ પહેરીને હાર પહેરાવાતા શુદ્ધ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરમાંશિવાજીની પ્રતિમાને બૂટ સાથે હાર પહેરાવવાની વાતને લઈ વિવાદ થયો છે. જ્યાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવારે બૂટ સાથે હાર પહેરાવ્યાનો આક્ષેપ કરે છે ત્યાં કોંગ્રેસ આક્ષેપોને સદંતર જૂઠા ગણાવ્યા છે.

જલાલપોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરિમલ પટેલ પણ વિજલપોરમાં પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાન બપોરે શિવાજી ચોક ખાતે આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાએ કોંગી ઉમેદવાર પરિમલ પટેલે હાર પહેરાવ્યો હતો. સમયે પ્રતિમા નજીક બનાવેલી સીડી ઉપર ઉભા રહી એક શખ્સ ફોટા પણ પાડી રહ્યો હતો. સમયે શિવાજી ચોક નજીક હાજર કેટલાક ભાજપી કાર્યકરોએ શિવાજી મહારાજની પ્રતિમાને બૂટ પહેરી હાર પહેરાવ્યાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાધારણ વાદવિવાદ થયા બાદ કોંગ્રેસીઓ સ્થળ ઉપરથી જતા રહ્યા હતા. ભાજપીઓના જણાવ્યા મુજબ પરિમલ પટેલે પણ બૂટ પહેરી શિવાજીની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો જે ખોટુ છે. પ્રતિમાને ગંગાજળ, પંચામૃતથી શુદ્ધ કરાઈ છે.

બીજી તરફ કોંગ્રેસના મહારાષ્ટ્રીયન અગ્રણી રામસિંઘ રાજપૂતે કહ્યું કે ભાજપે વાત તદન ઉપજાવી કાઢેલી છે. હું સ્થળે હાજર હતો. પરિમલે બૂટ પહેરી હાર પહેરાવ્યો હતો. શિવાજી મહારાજ સ્મારક સમિતિના બેનર હેઠળ ભાજપના પ્રકાશ પાટીલ તથા અન્યોએ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી બૂટ પહેરી હાર પહેરાવનાર જવાબદારો સામે પગલાં લેવા માગ કરી છે.

શિવાજીની પ્રતિમા પાસે સીડી ઉપર બૂટ પહેરી ઉભેલો શખ્સ. તસવીર-ભાસ્કર

શિવાજીની પ્રતિમાને બૂટ પહેરી હાર પહેરાવું એવો ગાંડો નથી

^બૂટપહેરી શિવાજીની પ્રતિમાને હાર પહેરાવાયો એવી ભાજપની વાત એક હજાર ટકા ખોટી છે. જો તેઓ વાત સાબિત કરે તો તેઓ જે કહે તે કરવા હું તૈયાર છું. હું શિવાજી જેવા મહાપુરૂષને બૂટ પહેરી હાર પહેરાવું એવો ગાંડો નથી. અમારી વાત સાચી પૂરવાર કરતા ફોટા પણ છે.> પરિમલપટેલ, કોંગ્રેસઉમેદવાર, જલાલપોર બેઠક

ભાજપનો આક્ષેપ કોંગી ઉમેદવારે બૂટ પહેરી હાર પહેરાવ્યો, કલેક્ટરને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...