તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |બીજા સંપ રાખે કે રાખે આપણે સંપ રાખવો. ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ સંપ ઉપર ખાસ ભાર મૂકે છે. સંપ,સુહદભાવ અને એક્તા વિના અક્ષરધામમાં નહીં જઇ શકાશે. આપણે જીવનમાં સુખ શાંતિ માટે તથા પ્રગતિ માટે ખમી ખાવાની સહનક રવાની વૃત્તિ, બીજા માટે ઘસાઇ છૂટવાની વૃત્તિ, બીજાને અનુકૂળ થવાની વૃત્તિ ભાવના રાખવી અને મનગમતંમ મૂકવું જરૂરી છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતાં પૂ.ડો.પૂર્ણકામ સ્વામીએ ઉચ્ચાર્યા હતા. ડો.પૂર્ણકામ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામીના ગ્રંથ સ્વામીની વાતોને આધારે સંપનો મહિમા સમજાવી સ્વભાવ મૂકવા તેમજ જીવનમાં વ્યવહારમાં વાણીવિવેક રાખવા નમ્રતાપૂર્વક વર્તવા સમજ આપી હતી. ભૂલી જવું અને માફ કરવાની વૃત્તિથી શાંતિ જળવાશે તેમ પણ સમજાવ્યું હતુ. સંપ,સુહદભાવ અને એક્તા આત્મકલ્યાણ માટે સૈદ્ધાંતિક આવશ્યક્તા છે. ગુરૂ હરિ પ.પૂ.મહંત સ્વામીની રુચિ અને પોતાના આત્મા કલ્યાણના લાભને ધ્યાનમાં રાખવાં.એકમેકમાં સંપ હશે તો અધર્મ નહિ પ્રવેશે.દરેકમાં દિવ્યભાવ રાખવાં તથા કોઇના પણ અવગુણ જોવા નહિ,ગુણ જોવા. કોઇના પણ વિષે અભાવ રાખવો. જીવનમાંશાંતિ શહે તો સારી પ્રગતિ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...