તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના એક પેપરમિલનો લેબર બીયર સાથે ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી જીઆઇડીસીના સેકંડ ફેસમાં આવેલ રામા પેપર મિલમાં બોઇલર પર લેબર તરીકે ફરજ બજાવતો લાલમણી રામનારાયણ સોનાર કંપની દ્વારા આપેલ મિલની સામે ચાલીમાં રહે છે. રવિવારે રાત્રે વાપી જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે તેના ઘરમાં રેઇડ કરતા અંદરથી 10 નંગ બીયર કિંમત રૂ. 1,000મળી આવ્યા હતા. પોલીસે આરોપી લાલમણીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ પ્રોહી એક્ટ કલમ 65(ઇ), 116(ખ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ જણાવેલ કે, તે છેલ્લા 22 વર્ષથી રામા પેપર મિલમાં લેબર તરીકે ફરજ બજાવે છે. નાના ભાઇના ઘરે પુત્ર હોવાથી તે પાર્ટી કરવા માટે દમણથી બીયર લઇને આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...