- Gujarati News
- જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં રાનકૂવા હાઇસ્કૂલની ટીમ રનર્સઅપ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં રાનકૂવા હાઇસ્કૂલની ટીમ રનર્સઅપ
આગામીવિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય માટે શિક્ષણાધિકારી કે.એફ.વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની હાઇસ્કૂલો વચ્ચે મતદાન સંબંધિત પ્રશ્નોની ક્વિઝ સ્પર્ધા એમ.એન વિદ્યાલય ખડસુપા ખાતે યોજાઇ હતી. સ્પર્ધામાં શેઠ આર.જે.જે હાઇસ્કલ નવસારી, એચ.સી.પારેખ હાઇસ્કુલ નવસારી, બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા, પ્રતાપ હાઇસ્કુલ વાંસદા, ડી.ડી.ગર્લ્સ નવસારી ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં ફાઇનલમાં પ્રતાપ હાઇસ્કુલ અને રાનકુવા હાઇસ્કુલ વચ્ચે યોજાયો હતો.
અંતિમ પ્રશ્નો બઝર પ્રતાપ હાઇસ્કુલ દ્વારા વગાડતા સાચો જવાબ આપતા વિજયી બની હતી. રાનકુવા હાઇસ્કૂલની જાટ અનુ રાજવીર અને લાડ સુમીતભાઇ રનર્સઅપ થયા હતા. શાળાએ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ક્વિઝ સ્પર્ધા ડી.ઇ.ઓમાં શિક્ષણ નિરીક્ષક નિલેશભાઇ પટેલ એસ.વી.એસ. કન્વીનર અને ખડસુપાના આચાર્ય સંદીપભાઇ લાડની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ હતી.