કાલિયાવાડીમાં કારમાં ચોરીનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંકાલીયાવાડી રોડ ઉપર શંખેશ્વર કોમ્પલેક્સ પાસે રાત્રે પાર્ક કરેલી કારના પાછળની સીટના કાચને તોડી તેમાંથી સામગ્રી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ચોરટાઓ તેમાં ફાવ્યા હતા પરંતુ કારમાલિકે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

નવસારીમાં કાલીયાવાડી રોડ ઉપર શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા મુકેશભાઈ પરમારે પોતાની કાર (નં. જીજે-21-બીસી-679) રાત્રે 12 કલાકની આસપાસ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરી હતી. જોકે સવારે જ્યારે તેઓ કાર પાસે આવ્યા તો કારનો સિનારીયો બદલાયેલો જોવા મળ્યો હતો. મુકેશભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે ચોરટાઓએ કારના પાછળના ભાગે કાચ તોડી કારમાંથી સરસામાન ચોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારમાં કિંમતી વસ્તુ હોવાથી તેઓ ફાવ્યા હતા. જોકે ઘટનાને પગલે કારમાં નુકસાન થતા કારમાલિકે તે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...