નવસારીમાં દિવસે ઠંડકભર્યુ વાતાવરણ યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં વરસાદ બંધ થયા બાદ પણ તાપમાનમાં ઘટાડા સાથે ઠંડી ગુરૂવારે યથાવત રહી હતી. ઓખી વાવાઝોડાની અસર તળે છેલ્લા ત્રણેક દિવસથી નવસારી પંથકનું વાતાવરણ પણ પલટાયું હતુ. તાપમાનમાં ઘટાડો અને ભેજમાં વધારો થતાં વાતાવરણ ઠંડકભર્યુ રહ્યું અને લોકોએ શીતલહેરનો અનુભવ કર્યો હતો. ગુરૂવારે પણ તાપમાન ઓછું અને ભેજનું પ્રમાણ વધુ રહ્યું હતુ. સવારે લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 24.5 ડીગ્રી નોંધાયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96 ટકા અને બપોરે 77 ટકા રહ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...