જિલ્લામાં પીવીસી ચૂંટણી ઓળખકાર્ડ મેળવી શકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ભારતના ચૂંટણી પંચ દ્વારા જુના ચૂંટણી ઓળખકાર્ડને બદલે પીવીસી ચૂંટણીકાર્ડ આપવાનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. નવસારી જિલ્લાના કલેકટર કચેરી તેમજ તમામ તાલુકા મામલતદાર કચેરીના મતદાર સુવિધા કેન્દ્રમાં કામગીરી ચાલી રહી છે. જૂના ચૂંટણી ઓળખકાર્ડ પરત કરી, રૂ. 30 ફી ભરી, નવા પીવીસી ચૂંટણી ઓળખકાર્ડ સવારે 10.30થી 5.30 કલાક સુધી પુરાવા રજૂ કર્યેથી કાઢી અપાશેે. નવસારી જિલ્લામાં સિવાય અન્ય કોઇપણ જગ્યાએ કામગીરી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...