• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભાસ્કર િવશેષ | ગરનાળામાંથી વાહનવ્યવહાર બંધ થતાં રેલવે ફાટક પર વાહનોનો ધસારો

ભાસ્કર િવશેષ | ગરનાળામાંથી વાહનવ્યવહાર બંધ થતાં રેલવે ફાટક પર વાહનોનો ધસારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરમાંમંગળવારે પડેલ વરસાદને કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો.

ઓખી વાવાઝોડાની અસર હેઠળ વિજલપોર શહેરમાં સોમવારે વાદળછાયું વાતાવરણ બન્યા બાદ મોડી સાંજે સાધારણ વરસાદ પડ્યો હતો.રાત્રે ખાસ વરસાદ પડ્યો હતો અને મંગળવારે સવારથી પુન: વરસાદ પડવાની શરૂઆત થઇ હતી, જે સાંજ સુધી સમયાંતરે ધીમી ગતિએ પડતો રહ્યો હતો. વરસાદ પડવાને કારણે વિજલપોરમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે રેલવે ગરનાળામાંથી થતી વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. લગભગ આખો દિવસ પાણીનો નિકાલ થવાને કારણે વિજલપોરનો વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. વિજલપોરમાં પશ્ચિમથી પૂર્વ જવા આવવા માટે રેલવે ફાટકનો ઉપયોગ કરવો પડ્યો હતો. ફાટક ઉપર વાહનોનો ધસારો રહ્યો હતો.

વરસાદી પાણી ભરાતા વિજલપોર ગરનાળું બંધ

વિજલપોરના રેલવે ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણી.

અન્ય સમાચારો પણ છે...