• Gujarati News
  • મુખ્યમંત્રી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનામુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તા.30 જુલાઇના રોજ વાંસદા ખાતે યોજાનારા વન મહોત્સવ દરમિયાન પ્રજાલક્ષી વિવિધ પ્રકલ્પોને સમર્પિત કરશે, એમ નવસારી કલેકટર રેમ્યા મોહન દ્વારા જણાવાયું છે. વાંસદા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ રાજયના ઐતિહાસિક જાનકી વનનું લોકાર્પણ કરશે. જાનકી વન વર્ષ 2000 માં પુનિત વનથી શરૂ થયેલા સાંસ્કતિક વનોની શ્રેણીમાં 12મું સાંસ્કૃતિક વન છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામે જાનકી વન 15.66 હેકટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહયું છે. મુખ્યમંત્રી સર્વપ્રથમ ઉનાઇ માતાજીના દર્શન કરીને રામાટ્રેલ પ્રોજેકટ હેઠળ રૂા.2.34 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.