તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી પંથકમાં તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું

નવસારી પંથકમાં તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપંથકમાં રવિવારે સવારે તાપમાનમાં સાધારણ વધારો થતાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.

નવસારીમાં ત્રણેક દિવસથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતુ. ગુરૂવારે સવારે તાપમાન 13 ડીગ્રી નોંધાયા બાદ શુક્રવારે 14.5 ડીગ્રી અને શનિવારે તાપમાન 13.2 ડીગ્રી રહ્યું હતુ.ત્રણ દિવસનાં ઘટાડા બાદ આજે રવિવારે તાપમાનનો પારો સવારે ઉપર ગયો હતો. શનિવારની સરખામણીએ રવિવારે સવારે તાપમાન 2.3 ડીગ્રી વધી પારો 15.5 ડીગ્રીએ સ્થિર થયો હતો.સવારની સાથોસાથ બપોરે પણ તાપમાનમાં સાધારણ વધારો થઇ પારો 33.2 ડીગ્રીએ પહોંચ્યો હતો. તાપમાનમાં વધારો થતાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતુ.દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહ્યું હતુ.અને ઉઘાડ રહ્યો હતો. પવન મધ્યમ ગતિએ ફૂંકાયો હતો.દિવસ દરમિયાન 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ઉત્તર-પૂર્વ દિશાએ ફૂંકાયો હતો.દિવસ દરમિયાન વાતાવરણ મહદઅંશે ખુશનુમા રહ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...