તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભાસ્કર િવશેષ | માર્ગો ઉપર આડેધડ હંકારાતા વાહનોની દિશા અને જગ્યા નક્કી કરવા પટ્ટાઓ લગાવાયા

ભાસ્કર િવશેષ | માર્ગો ઉપર આડેધડ હંકારાતા વાહનોની દિશા અને જગ્યા નક્કી કરવા પટ્ટાઓ લગાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીશહેરનાંમાર્ગો ઉપર ટ્રાફિક નિયમન માટે પાલિકાએ સફેદ પટ્ટાઓ’ મારવાનું શરૂ કર્યુ છે.

નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વરસોમાં દ્વિચક્રી,ત્રણ ચક્રી અને ચાર ચક્રી એમ તમામ પ્રકારનાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે.જોકે જેટલા પ્રમાણમાં વાહનોની સંખ્યા વધી છે તેના પ્રમાણમાં માર્ગ વધ્યા નથી યા તો પહોળા પણ થયા નથી,જેથી માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. આમ તો પાલિકાએ કેટલાક મુખ્ય માર્ગો ઉપર ડીવાઇડર બનાવી ટ્રાફિક નિયમન કરવાનો પ્રયત્ન કર્યો છે.આમ છતાં અનેક માર્ગ ઉપર ડીવાઇડર બનતા (યા બનાવવું શક્ય હોય) ટ્રાફિક નિયમનની સમસ્યા યથાવત રહી છે.પાલિકાએ ડિવાઇડર વિનાનાં માર્ગો ઉપર ટ્રાફિક નિયમન કરવા માર્ગો ઉપર સફેદ પટ્ટાઓ મારવાનું શરૂ કર્યુ છે.

શહેરમાં જે માર્ગો ઉપર ડીવાઇડર નથી ત્યાં વાહનચાલકો એક સીધી લેનમાં વાહન હંકારતા સમસ્યા પેદા થઇ રહી છે.અકસ્માત થવાનો પણ ભય રહે છે. સ્થિતિ ટાળવા પાલિકાએ માર્ગની વચ્ચેસફેદ પટ્ટાઓ’ દોરવાનું શરૂ કર્યુ છે. પટ્ટાઓ દોરી વાહનચાલકોને સીધી એક લેનમાં વાહન હંકારવા જણાવાય છે. ...અનુ. પાના નં. 2

નવસારીમાં ટ્રાફિક નિયમન માટે દોરેલ સફેદ પટ્ટાઓ.

સ્પીડ બ્રેકરોને પણ સફેદ પટ્ટાથી રંગવામાં આવ્યા

ટ્રાફિકનિયમન કરવા માટે પાલિકાએ સફેદ પટ્ટા લગાવ્યા છે. તો બીજી તરફ માર્ગ ઉપરનાં સ્પીડબ્રેકર (બમ્પ) ને પણ ભયસૂચક બનાવ્યા છે. શહેરનાં મુખ્ય માર્ગ ઉપરાંત આંતરિક માર્ગ ઉપર પાલિકાએ ઘણા સ્પીડબ્રેકર તો બનાવ્યા છે પરંતુ સ્પીડબ્રેકરો ઉપર પટ્ટા લગાવ્યા હતા. જેના કારણે સ્પીડ બ્રેકરો અકસ્માત સર્જાનારા બની રહ્યાં હતા. હવે પાલિકાએ વાહનચાલકોને સ્પીડબ્રેકરની જાણકારી મળે તે માટે ઠેરઠેર સફેદ પટ્ટા લગાવ્યા છે.

નવસારીમાં ટ્રાફિક નિયમન હવે સફેદ પટ્ટાથી

અન્ય સમાચારો પણ છે...