બ્રહ્મને જાણ્યા વિના અક્ષરધામને પામવું અશક્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરબ્રહ્મપુરૂષોત્તમ નારાયણ-સર્વોપરી ભગવાન સ્વામીનારાયણનો યથાર્થ મહિમા જાણવા-સમજવા માટે તેમજ પોતે બ્રહ્મરૂપ થવા માટે અક્ષરબ્રહ્મને જાણવા અત્યંત જરૂરી છે. અક્ષરબ્રહ્મને જાણ્યા વિના અધ્યાત્મને માર્ગે આગળ વધવું તથા અક્ષરધામને પામવું અશક્ય છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામીનારાયણ મંદિરે વડોદરાથી પધારેલા સંત પૂ. જ્ઞાનવત્સલસ્વામીએ બ્રહ્મસત્રની પ્રવર્તનમાળાના પ્રથમ મણકામાં સત્સંગીઓને સંબોધતા ઉચ્ચાર્યા હતા.

પૂ જ્ઞાનવત્સલ સ્વામીએ કથામૃતનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આપણા ઈષ્ટદેવ સર્વોપરી, સર્વઅવતારીના અવતારી, સર્વના કર્તાહર્તા, ભગવાન સ્વામીનારાયણના બળ વિના કશું થઈ શકતું નથી. વર્તમાનકાળે પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામીનારાયણ પ્રગટ છે, ગુણાતીતાનંદ સ્વામી તેમજ ગુરૂ પરંપરા પ્રગટ છે. વાત આપણે સૌએ હૃદયસ્થ-આત્મસાત કરવાની છે. વિના આપણુ આત્યંતિક કલ્યાણ થવાનું નથી વાત પણ બરાબર સમજી લેવી. આપણામાં ભગવાનનું બળ આવી જાય પછી શું બાકી રહે ગુણાતીતાનંદ સ્વામી સિવાયના અન્ય સમર્થ સદપુરૂષ સંતોએ પોતે મૂળ અક્ષરબ્રહ્મ હોવાની વાત કરી નથી. લાખો લોકો ખેંચાઈને જેની પાસે દોડી આવે તે ગુણાતીત સદપુરૂષ હોય શકે છે. ગોપાળાનંદ સ્વામી ગ્રહણ રોકવા સમર્થ હતા. તેમણે પણ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરબ્રહ્મ હોવાની વાતો કરી હતી. કેશવજીવનદાસ સ્વામીએ પણ અનેક મુશ્કેલીઓ આવી પડેલી છતાં ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ હોવાની વાતોનું પ્રવર્તન મુક્યું નહતું. આપણા સ્વામીનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં બંધ પ્રસંગો આલેખાયેલા છે.

નવસારી સ્વામીનારાયણ મંદિરે બ્રહ્મસત્ર-રવિ સત્સંગનો અનેક હરિભક્તોએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...