• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ગાંધીસ્મૃતિ ફાટકે જિલ્લાનો પ્રથમ ફ્લાયઓવર બનશે

ગાંધીસ્મૃતિ ફાટકે જિલ્લાનો પ્રથમ ફ્લાયઓવર બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં પ્રથમ રેલવે ફ્લાયઓવર ઐતિહાસિક ગાંધીસ્મૃતિ ફાટક ઉપર બનશે. 6ઠ્ઠી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બ્રિજનું ખાતમુહૂર્ત કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

કેન્દ્ર સરકારનો ખુબ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ રેલવે ફ્રાઈટ કોરિડોરનો છે. પ્રોજેકટ અંતર્ગત સરકાર હાલની બે રેલવે લાઈનો સિવાય વધુ બે રેલલાઈનો બનાવવા જઈ રહી છે. આમ રેલવેની કુલ ચાર લાઈનો બનતા રેલવે ટ્રાફિકમાં અનેકગણો વધારો થશે અને રેલવે ફાટકો ખોલવી લગભગ અશક્ય બની જશે. જેને લઈને સરકારે રેલવે ફાટકો ઉપર ફ્લાયઓવર બનાવવાની યોજના જાહેર કરી છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં આવેલી અનેક ફાટકો ઉપર પણ ફ્લાયઓવર બનાવવાની યોજના બની છે. આમ તો જિલ્લામાં અનેક ફ્લાયઓવરની યોજના બની છે પરંતુ સૌથી પહેલો ફલાયઓવર નવસારી ...અનુસંધાન પાના નં. 2

નવસારી, વિજલપોરના બ્રિજમાં વિલંબ

નવસારીજિલ્લામાં માત્ર ગાંધીસ્મૃતિ રેલવે ફાટક ઉપર નહીં અનેક ફાટકો ઉપર પણ ફ્લાયઓવર બનાવવાની યોજના છે. જેમાં વિજલપોર ફાટક ઉપરથી ફ્લાયઓવર અને નવસારી ફાટક નજીક અંડરબ્રિજ બનાવવાની યોજના છે. જોકે બંને બ્રિજ માટેની ડિઝાઈન, પ્લાનિંગ વગેરેનું કામકાજ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. જે હજુ પૂર્ણ થતા બંને જગ્યાએ બ્રિજ બનાવવાનું કામ હજુ શરૂ કરી શકાયું નથી અને વિલંબ થઈ રહ્યો છે.

36.90 કરોડના ખર્ચે બનનારા ફોરલેન ફ્લાયઓવરનું 6 એપ્રિલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવાની તજવીજ

અન્ય સમાચારો પણ છે...