તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમલસાડમાં આજથી ચીકુની હરાજી શરૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં15 દિવસ કરતા પણ વધુ દિવસોથી બંધ રહેલ ચીકુ માર્કેટ યાર્ડ આજથી ખુલ્લું થશે.અમલસાડ સ્થિત એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં આજથી ચીકુની હરાજી તેના રાબેતા મુજબના સમયે શરૂ થશે.

ચલણી નોટોના અભાવે નવસારી જિલ્લાનાં મંડળીઓ એ.પી.એમ.સી માર્કેટો બંધ કરવાની ફરજ પડી હતી તેથી ચીકુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાના દિવસો જોવા પડ્યા હતા.15 દિવસ કરતાં વધુ દિવસોથી અમલસાડ સ્થિત એ.પી.એમ.સીમાં વાહનો સાથે હજારો ખેડૂતોની હાજરીમાં જોવા જેવો માહોલ દરરોજ જામતો હતો તો વળી અમલસાડ તરફ આવતા તમામ રસ્તા ચીકુથી ભરેલા વાહનો ટ્રકોના જમાવડો બપોર બાદ જોવા મળતો હતો તે 15 કરતા વધુ દિવસ બંધ રહેતા સુમસાન માહોલ હતો.તે હવે આજથી માર્કેટ ચીકુથી ઉભરાશે એવું સાંભળવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...