નવસારી તાલુકા ભાજપ પ્રમુખનું સારવાર દરમિયાન અવસાન
નવસારીતાલુકા ભાજપના પ્રમુખ જયંતીભાઈ ડાહ્યાભાઈ આહિર સુરતની ખાનગી હોસ્પિટલમાં ટૂંકી માંદગીબાદ સારવાર દરમિયાન દેવલોક પામ્યા હતા. ચંદ્રવાસણ સુપા (નવાગામ)ના ખેડૂત અને ભાજપમાં વર્ષોથી તેઓ સક્રિય કાર્યકર રહ્યા હતા. તેઓ નવસારી તાલુકા ભાજપ મહામંત્રી તરીકે વર્ષ સુધી રહી ચૂક્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ નવસારી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત હતા. આજે સવારે 11.00 કલાકે તેમના નિવાસસ્થાનથી ગામમાં આવેલ સ્મશાનભૂમિ ખાતે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં નવસારી તાલુકા તથા જિલ્લા ભાજપના અને વિવિધ સમાજના લોકો સ્મશાનયાત્રામાં મોટીસંખ્યામાં જોડાયા હતા.