વિજલપોરમાં બાઈક અકસ્માતમાં યુવાનનું મોત
નવસારી: વિજલપોરમાંભક્તિનગરમાં રહેતો જીગર નિરંજન પટેલ તેની બાઈક નં.જીજે-21-3542 ઉપર તેના મિત્ર જીગર સાથે એરૂ તરફ જતાં હતા. તેઓ રસ્તો ક્રોસ કરી રહેલા હર્ષદ કંસારાને અડફેટે લીધા હતા. ઘટના દરમિયાન બાઈક ચાલક જીગર નિરંજન પટેલને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે જીગરને ઈજા પહોંચી હતી.