તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં આખો દિવસ 15.4 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહ્યો

નવસારીમાં આખો દિવસ 15.4 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંરવિવારે દિવસ દરમિયાન અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું સાથે સતત પવન પણ ફૂંકાતો રહ્યો હતો.

નવસારીમાં રવિવારે વાતાવરણમાં સાધારણ પલટો આવ્યો હતો. સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. સવારથી લઈ સાંજ સુધી સમયાંતરે અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાઈ વરસાદ પડવાની શક્યતા જોવાઈ હતી. જોકે દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણની સાથે પવન પણ ફૂંકાતો રહ્યો હતો. સવારથી બપોર સુધીમાં પવન 15.4 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાએ ફૂંકાયો હતો. સવારે લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું. બપોરના સમયે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા રહ્યું હતું. બપોરે પણ ભેજનું પ્રમાણ વધુ રહેતા લોકો બફારાનો અનુભવ કરી પરસેવે રેબઝેબ થતા જોવા મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા આઠ-દસ દિવસથી નવસારી જિલ્લામાં વરસાદે દેખા દીધી નથી. હવે પુન: વરસાદની રાહ જોવાઈ રહી છે.

ભેજનું પ્રમાણ વધુ રહેતા લોકોને બફારાનો અનુભવ

અન્ય સમાચારો પણ છે...