તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોરેન્સિક સાઇકોલોજી ગુના ઉકેલવામાં મદદ કરે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનીગાર્ડા કોલેજમાં યોજાયેલા ત્રિદિવસીય કોન્ફરન્સના બીજા દિવસે એમ.એસ. યુનિવર્સિટીના ડો. રેન શર્મા, પ્રો. પરીષા તથા પ્રો. ગીતાંજલી દ્વારા હાયપ્રાયોસીસ વિષય પર પ્રવચન આપ્યું હતું. બાદમાં ડો. રવિ ગુન્થે અને પ્રો. મહેશાબેન (જોધપુર)એ કેરિયર કાઉન્સેલિંગ વિષય પર પ્રવચન આપ્યું હતું. વિદ્યાર્થીઓ, માતાપિતા અને બાળકો માટેના જુદા જુદા એપ્ટીટ્યુડ ટેસ્ટની માહિતી આપી કારકિર્દીની પસંદગી પ્રક્રિયા માટે વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના ડેપ્યુટી રજિસ્ટ્રાર વસંતભાઈ પટેલે ફોરેન્સીક ફિઝીયોલોજી વિષય પર પ્રવચન આપ્યું હતું. ફોરેન્સીક સાયકોલોજી ગુના ઉકેલવામાં મદદ કરે છે. વસંતભાઈ પટેલે લાઈડિટેકટીવ, બ્રેઈન મેપિંગ અને નાર્કોટેસ્ટના પોતાના અનુભવો દર્શાવી ફોરેન્સીક સાયકોલોજીની મહત્તાની ચર્ચા કરી હતી. તેમણે વાળના મૂળ અને લાળનો ઉપયોગ કરી તેની ડીએનએ તપાસ હાથ ધરી ગુના કેવી રીતે ઉકેલવામાં આવે છે તે અંગે જણાવ્યું હતું. સાથે યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ માટે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના સંશોધન પેપરો રજૂ થયા હતા. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સાયકોલોજી વિષયના પ્રોફેસર દિનેશભાઈ પંચાલ અને પ્રો. બંસરીએ પોતાની કૃતિ રજૂ કરી હતી. ગાર્ડા કોલેજના વિદ્યાર્થી વૃંદે ગીતો, લોકગીત, ગુજરાત ગૌરવની ગાથા દર્શાવતું ગીત, ગરબો અને નાટીકાઓ રજૂ કર્યા હતા.

નવસારીમાં સાઇકોલોજી સેમિનારનો બીજો દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો