તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારીના સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામીની શ્રદ્ધાંજલિ સભા મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીના સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામીની શ્રદ્ધાંજલિ સભા મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતશિરોમણિપ્રમુખ સ્વામી બાપાએ પોતાની અણીશુદ્ધ સાધુતા તથા કોઇપણ પ્રકારની ડાઘ વિનાના ઉચ્ચ ચારિત્ર્ય,અહમ શૂન્યતા અને વાત્સલ્યતાથી સમગ્ર જીવ-પ્રાણીમાત્ર-માનવજાતના કલ્યાણ માટે જીવન સમર્પિત કર્યું.જેથી તેઓ વિશ્વતા દરેક ધર્મના-દરેક સમાજના અગ્રણીઓના ર્હદયમાં બિરાજ્યા હતા.તેઓ દરેકને પોતાના માનતા અને દરેકના સુખમાં આપણું સુખ,દરેકના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ તથા બીજાના ભલામાં ભલું માનતા.પોતે માત્ર ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીજ અભ્યાસ કરેલો કિંતુ તેમણે સંતોને વિદ્ધવાન બનાવ્યા.આપણે આપણું જીવન પ્રમુખ સ્વામી બાપા જેવું શુદ્ધ અને પવિત્ર બનાવીશું તો બાપાને સાચી શ્રદ્ધાંજલિ અર્પેલી ગણાશે.

ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત હરિભક્તો તથા નવસારીના દરેક સમાજના અગ્રણીઓને સંબોધતાં સદગુરુ સંતવર્ય પૂ.ડોક્ટર સ્વામીએ ઉચ્ચાર્યા હતા.પૂ.ડોક્ટર સ્વામીએ સૌને પોતાના સંતાનોને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવી સંતાનોને સુસંસ્કાર આપવા હાકલ કરી હતી.તેમણે ગૃહસ્થાને ઘરમંદિર બનાવવા તેમજ દરેકને હેત કરવા,દરેકનો આદર કરવા તથા દરેકનું શ્રેય થાય તેમ વર્તવા સમજાવ્યું હતું.ભગવાન દરેક સ્થળે દરેક સમયે મને જુએ છે,જાણે છે અને મારા કર્મનું ફળ આપે છે.આ વાત દરેકને આત્મસાત કરવાની છે.કોઇએ પણ હક વિનાનું કશું લેવું નહિ.તેમણે તમાકુ,દારૂ છોડવા અપીલ કરી હતી.

નવસારી સ્વામીનારાયણ મંદિરે શ્રદ્ધાંજલી સભામાં ઉપસ્થિત મહાનુભાવો તસવીર-રાજેશરાણા

સંતો તથા હરિભક્તોએ બાપા સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો