તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરીયાચ પાસેથી 22 લાખનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |નવસારી એલસીબીની ટીમ રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે બોરીયાચ ટોલનાકા પાસે આજે રાત્રે દારૂની મોટી હેરાફેરી થવાની છે. બાતમી મળતા એલસીબીની ટીમે બોરીયાચ ટોલનાકા પર વોચ ગોઠવી હતી.એ દરમિયાન હાઈવે પર ચેકિંગ કરતી વખતે બોરીયાચ ટોલનાકાથી આગળ વલસાડથી સુરત જવાના માર્ગ ઉપર એક ટાટા ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી દારૂની 16900 નંગ બોટલ કિંમત રૂ. 22 લાખથી વધુ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ટ્રક કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકમાં બેસેલા બે ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો