તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી પંથકમાં 375 મૂર્તિનું વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગણેશોત્સવનાસાતમા દિવસે નવસારી પંથકમાં 375થી વધુ પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.

હાલમાં નવસારી પંથકમાં ગણેશોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે રવિવારે ગણેશોત્સવનો સાતમો દિવસ હતો. દિવસે અનેક પંડારો તથા ઘરમાં સ્થાપિત કરાયેલા શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવા માટે નીકળી હતી.

રસ્તાઓ ઉપર વાજતેગાજતે સંગીતની સૂરાવલીએ લોકો નૃત્ય કરતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો વિસર્જનના જુલૂસમાં જોડાયા હતા.

નવસારી પંથકમાં મુખ્ય ત્રણ જગ્યાએ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં વિરાવળ પૂર્ણા નદીના ઓવારે 200થી વધુ પ્રતિમા, ધારાગીરી પૂર્ણા નદીમાં 100 જેટલગી મૂર્તિ તથા જલાલપોર ઓવારે 60થી 70 પ્રતિમા વિસર્જિત કરાયાનું ગણેશ સંગઠન મંડળના પ્રમુખ કનક બારોટે જણાવ્યું હતું. કનક બારોટના જણાવ્યા મુજબ વખતે સાતમા દિવસના વિસર્જનમા પણ માઈક સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આજે રવિવાર હોવાથી અગાઉના વર્ષો કરતા વધુ મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી.

અહીં ઉલ્લેખનીય છે કે વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્ત રખાયો હતો. કોઈ મોટો અનિચ્છનીય બનાવ બન્યો હતો.

નવસારીમાં શ્રીજીનું વિસર્જન કરાયું હતું. તસવીર-રાજેશરાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો