• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • હવે શાળામાં ગુણાંકન પદ્ધતી દ્વારા આચાર્યોની ભરતી થશે

હવે શાળામાં ગુણાંકન પદ્ધતી દ્વારા આચાર્યોની ભરતી થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યની અનુદાન મેળવતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી આચાર્યોની જગ્યા પૂરવા માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં 25.7.2017નાં રોજ 10 પાનાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું નવસારી જિલ્લા સંચાલક મંડળના મહામંત્રી ભૂપેન્દ્રભાઇ દેસાઇ દ્વારા જાણવા મળ્યું છે.નવસારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તપાસ કરતાં અંગે બહાર પડેલ પરિપત્રમાં આચાર્યોની નવી ભરતી માટે ગુણાંકન પદ્ધતિ જાહેર થઇ છે.આ ગુણાંકન પદ્ધતિ અનુસાર સંચાલક મંડળ હવેથી આચાર્યની ભરતી કરી શકશે.એચ ટાટની પરીક્ષાના 60 ગુણ,સ્નાતક ડીગ્રીના 07 ગુણ,અનુસ્નાતક ડીગ્રીના 09 ગુણ,વ્યવસાયિક લાયકાતનાં 07 ગુણ,વ્યવસાયિક અનુસ્નાતક ડીગ્રીના 10 ગુણ,અનુભવના વર્ષદીઠ 0.7 ગુણ વધુમાં વધુ 7 ગુણ ઇન્ટર્વયુ કમિટી 10 પ્રકારની કુશળતા ધ્યાનમાં લઇ 40 ગુણમાંથી ગુણ આપી શકશે. આચાર્યની પસંદગી સમિતિમાં સંચાલક મંડળના 2 સભ્યો,ડી.ઇ.ઓ.તથા ઇ.આઇ.(એજ્યુકેશન ઇન્સપેક્ટર) તેમજ સંચાલક મંડળની ભલામણ કરેલ તાલુકા બહારના કેળવણી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ હવે આચાર્યની નવી ભરતીમાં સંચાલક મંડળનું વજન રહેશે.ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળના પ્રમુખ અંબુભાઇ પટેલના અથાગ પ્રયત્નોને લીધે સરકારએ પરિપત્ર બહાર પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...