• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભાસ્કર િવશેષ | દિવસભર રેલવેટ્રેક નજીકથી ભેંસોની અવરજવર હોવાને કારણે અકસ્માતની દહેશત

ભાસ્કર િવશેષ | દિવસભર રેલવેટ્રેક નજીકથી ભેંસોની અવરજવર હોવાને કારણે અકસ્માતની દહેશત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરરેલવે ફાટક નજીકનાં રોડ ઉપર દિવસભર ભેંસોની અવરજવરને કારણે સતત બફેલો હીટની શક્યતા રહે છે.

વિજલપોર રેલવે ફાટકની પૂર્વે રેલવે ટ્રેકની ખૂબ નજીક એક રોડ પસાર થાય છે.મહદઅંશે રોડનો ઉપયોગ રેલવે ગરનાળામાંથી અવરજવર કરતા વાહનચાલકો કરે છે.આ ઉપરાંત રોડ ઉપરથી ગાય-ભેંસોની પણ અવરજવર થતી રહે છે.ભેંસોની અવરજવર લગભગ દિવસભર થતી રહે છે.રોડ રેલવે ટ્રેકની ખૂબ નજીક હોવાને કારણે ઘણી વખત ભેંસો રોડ ઉપરથી રેલવે ટ્રેક ઉપર પણ જતી રહે છે.આ કિસ્સામાં ટ્રેનની અડફેટે ભેસો આવી જવાની (બફેલો હીટ)ની શક્યતા ખૂબ રહે છે.રોડઅ ને રેલવે ટ્રેક વચ્ચે કોઇ ફેન્સીંગ યા વાડ નથી.ભૂતકાળમાં અહીં અનેક વખત બફેલો હીટની ઘટનાઓ બની છે.આવી ઘટના ભવિષ્યમાં બનવાની પણ પૂરી શક્યતા છે.જો વિજલપોર રેલવે ફાટકથી રામનગર-ગાંધીસ્મૃતિ વિસ્તાર સુધી ટ્રેક અને રોડ વચ્ચે ફેન્સીંગ કરાય તો બફેલો હીટની ઘટના રોકી શકાય છે.

અંગે નવસારી રેલવે સ્ટેશનના મેનેજર નેમીચંદ સેનએ જણાવ્યું કે,આ બાબતે રેલવેના સત્તાવાળાઓને દરખાસ્ત કરાઇ છે.

વિજલપોર ફાટક પાસે બફેલો હીટ થવાની શક્યતા

રેલવે ટ્રેક નજીકથી પસાર થતી ભેંસો તસવીર: ભદ્રેશ નાયક

અન્ય સમાચારો પણ છે...