• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નવસારી જિલ્લાના વિજલપોર ખાતે આવેલ કૃષિ કેમ્પકસ ખાતેની પ્રાથમિક

નવસારી |નવસારી જિલ્લાના વિજલપોર ખાતે આવેલ કૃષિ કેમ્પકસ ખાતેની પ્રાથમિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી જિલ્લાના વિજલપોર ખાતે આવેલ કૃષિ કેમ્પકસ ખાતેની પ્રાથમિક શાળા અને સરદાર શારદા મંદિર ખાતેની માધ્ય્મિક શાળા ખાતે 281 ભુલકાંઓને જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક આર.સી.પટેલે શૈક્ષણિક કિટસ આપી ધોરણ-1 અને 9માં પ્રવેશ કરાવ્યો હતો. કૃષિ કેમ્પસ ખાતેના નાના ભુલકાંઓનું લેખન, ગણન અને વાંચન દ્વારા શાળાના બાળકો અને શિક્ષકોનું મૂલ્યાંકન કરી આર.સી. પટેલ ઉપસ્થિત શિક્ષકગણને જરૂરી સૂચનાઓ આપી શિક્ષણના કાર્યને સેવાનું કાર્ય સમજી મનોમંથન કરવા જણાવ્યું હતું. વિજલપોર પાલિકાના પ્રમુખ હેમાબેન ભંડારીએ જણાવ્યું હતું કે, આજનો બાળક ભવિષ્યનો સારો નાગરિક બને માટે સૌએ આગળ આવવું પડશે. પ્રારંભમાં સરદાર શારદા મંદિરના આચાર્ય નિતિનભાઇ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરી આવકાર્યા હતાં. શાળાના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોએ સન્માન કરી બિરદાવ્યાં હતા.

281 ભૂલકાનું નામાંકન કરાવતા મુખ્ય નાયબ દંડક

અન્ય સમાચારો પણ છે...