• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી| નગરપ્રાથમિક સમિતિ નવસારી સંચાલિત ન.પ્રા.મિ.શાળા નં. 4 જુનાથાણા નવસારીમાં

નવસારી| નગરપ્રાથમિક સમિતિ નવસારી સંચાલિત ન.પ્રા.મિ.શાળા નં. 4 જુનાથાણા નવસારીમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| નગરપ્રાથમિક સમિતિ નવસારી સંચાલિત ન.પ્રા.મિ.શાળા નં. 4 જુનાથાણા નવસારીમાં 16મી જૂને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નવસારી નાયબ પોલીસ અધિક્ષક વી.જે.જાડેજાની અધ્યક્ષતા માં ઉજવવામાં આવ્યો હતો પ્રસંગે લાઇઝન અધિકારી તરીકે સી.આર.સી.કો દિનેશભાઇ આહીર તથા વાલીગણ અને બાળકો હાજર રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત શાળાની આસપાસના વિસ્તારોમાં પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ફ્રુટની બાસ્કેટ આપી કરાયું હતું ત્યારબાદ આંગણવાડીના બાળકો અને બાલમંદિરના બાળકોનું મહેમાનોના હસ્તે રમકડાની કિટ આપી પ્રવેશ અપાયો હતો. ધો.1માં પ્રવેશ મેળવનાર બાળકોને રમીલાબેન દ્વારા અપાયેલ દફતર અને શાળાના શિક્ષિકાબેન લીલાબેન પટેલ દ્વારા આપવામાં આવેલા ફ્રુટ મહેમાનોના હસ્તે આપી પ્રવેશ અપાયો હતો.

નવસારીની મિશ્ર શાળા નં. 4માં પ્રવેશોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...