ઉનાઈમાંથી બે બાઈક ચોરનાર આરોપી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાપોલીસ સ્ટેશન વિસ્તારના ઉનાઈથી ચોરાયેલી બંને બાઈક સાથે આરોપીને નવસારી એલસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી એલસીબી કર્મીઓએ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હે.કો. રાકેશભાઈ તથા પો.કો. નિમેષભાઈને મળેલી બાતમીના આધારે જીતુ ઉર્ફે નાનકો અમ્રતભાઈ નાયકા (ઉ.વ. 23, રહે. સિણધઈ, લીલવણ ફળિયું)એ વાંસદાના ચોરીની બાઈક (નં. જીજે-5-એફસી-7962) પર આવતો હતો તેને પકડી બાઈક બાબતે પૂછપરછ હાથ ધરી હતી.

તેણે 17મી જૂને ઉનાઈ મંદિર પાસેથી બાઈક ચોરી કરી હોવાની હકીકત જણાવી હતી. અંગે વાંસદામાં નોંધાયેલા ગુનાને વેરીફાય કરતા બાઈક રૂ. 20 હજાર તથા અંગજડતીમાંથી મોબાઈલ રૂ. 500 મળી આવ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે ઉનાઈ માતા મંદિર પાસેથી બાઈક (નં. જીજે-21-એએલ-9617, કિંમત રૂ. 30 હજાર)ની ચોરી કરી હતી. તે બાઈક તેણે રેલવે સ્ટેશન નજીક આવેલા મેદાન પાસે મુકી છે એવુ જણાવતા પોલીસે ત્યાંથી બાઈક મળી આવી હતી.

પોલીસે તેની બાઈક ક્યાંથી અને કેવી રીતે ચોરી કરી તે અંગે પૂછપરછ કરતા ઉનાઈ માતાના મંદિરની બાજુમાંથી વારાફરતી રાત્રિના 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં ચોરી કરવાનુ કબૂલાત કરી હતી. જેને પગલે તેની બાઈક ચોરીના ગુનામાં અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે અગાઉ પણ ચોરાયેલી બાઈકમાં આરોપીનો કોઈ હાથ છે કે નહીં તેની વાંસદા પોલીસ તપાસ હાથ ધરશે.

બાઈકચોરીનો આરોપી.

આરોપી બાઇક લઇને ફરતો હતો ત્યારે પકડાયો

અન્ય સમાચારો પણ છે...