• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીના 70 ગામના સરપંચોની આગેવાનીમાં આજે સફાઇઝુંબેશ

નવસારીના 70 ગામના સરપંચોની આગેવાનીમાં આજે સફાઇઝુંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીતાલુકા સરપંચ એસોસીએશન દ્વારા 17મીના રોજ સવારથી બપોર સુધી ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ ઝુંબેશ હાથ ધરાશે.સફાઇ ઝુંબેશ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સફાઇ ઝંબેશની પોતપોતાના ગામોમાં ગામના સરપંચ આગેવાનીમાં રહેશે.

નવસારી તાલુકાના પૂર્વપટ્ટીમાં 70 ગામો આવેલા છે.આ ગામોમાં સરપંચ એસોસીએશનના નિદાહેઠળ 17મીના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ હાથ ધરાશે.નવસારી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઇ પટેલ (સરપોર) જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 17મીના રોજ દિવ્યાંગ,વિકલાંગ સહાય મેઘાકેમ્પમાં ઉપસ્થિત રહેશે. તેમણે ભારતને સ્વચ્છ બનાવવા માટે સફાઇ ઝુંબેશ શરૂ કરી હતી. તેમનો જન્મદિવસ હોવાથી નવસારી તાલુકા સરપંચ એસો. દ્વારા બર્થ-ડે ગિફ્ટના ભાગરૂપે 17મીના રોજ સફાઇઝુંબેશ વેગવાન બનાવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.આ સફાઇઝુંબેશ પૂર્ણ કર્યા બાદ સરપંચો દિવ્યાંગ સહાય કેમ્પમાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...