તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નેશનલ હાઇવે પર ધોળાપીપળાથી ઘરફોડચોરીના 4 આરોપી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ હાઇવે પર ધોળાપીપળાથી ઘરફોડચોરીના 4 આરોપી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીએલ.સી.બી ની ટીમે ગ્રામ્ય વિસ્તરમાં અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરતી ગેંગના ચાર સાગરીતને ઝડપી પાડી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.આ ગેંગે બારડોલી,કડોદરા અને પલસાણા વિસ્તારમાં પણ ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો છે.

નવસારીમાં ને.હા.નં.8 ઉપર આવેલા ધોળાપીપળા ખાતે ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડની બાજુમાં જ્યોતિ જનરલ સ્ટોર નામની અનાજ કરીયાણાની દુકાનમાં અંદાજિત રૂ.34,780ની મત્તાની અનાજના જથ્થા સહિતની સામગ્રીની ચોરી કરી ચોરટાઓ ફરાર થઇ ગયા હતા.આ ચોરીમાં બારડોલી વિસ્તારમાં અનીશ પટેલ (રહે બારડોલી હળપતિ પાસે મીનારા મસ્જિદના પાસે), મહમ્મદ સુફીયાન ઉર્ફે સુનામી બસ્તર શેખ(પલસાણા),ફીરોજ ધોરાજી રફીકભાઇ શેખ (બારડોલી) અને ઝુબેર મનસુરી(આશીયાના નગર બારડોલી) કરી હોવાની બાતમી નવસારી એલ.સી.બી ના હેડ કોન્સટેબલ રાકેશ શ્રીરામ તથા કોન્સટેબલ ધવલ દેવદાનનાને મળી હતી.એ બાતમીના આધારે એલ.સી.બી.પી.આઇ જે.એન.પંચાલે ટીમ સાથે ચારેયની અટક કરી પૂછતાછ કરતા તે ચારેય જણાએ ઘરફોડ ચોરી કર્યા અંગેની કબૂલાત કરી લીધી હતી.

ચોરીનો મુદામાલ અંગે પૂછતાછ કરતા બારડોલીના આશીયાના નગરમાં રહેતા હમીરા મારવાણીની દુકાનમાં અડધો સામાન વેચેલો હોવાનું જણાવતા પોલીસે આરોપીઓને સાથે રાખી હમીરારામ ઉર્ફે રમેશ મશરારામજી દેવાશીની પૂછતાછ કરતા ચોરીનો મુદામાલ ખરીદ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે દુકાનમાંથી રૂ.17,251નો મુદામાલ કબજે કર્યો હતો અને ચોરીનો મુદામાલ ખરીદનાર દુકાનદાર હમીરારામની પણ પોલીસે અટક કરી હતી.આ ટોળકીએ પેરાગામ,સુપા વિસ્તારમાં ચાર જેટલી ઘરફોડ ચોરી કરી હતી.તેની કબુલાત કરતા પોલીસે ચારેય આરોપીઓને ધરપકડ કરી તમામને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.આ ચોરીમાં અનીશ પટેલ મુખ્ય સુત્રોધાર હોવાનું મનાય છે.જ્યારે જુબેર મનશુરી કાર (નં. જીજે-21-એએ-8789)માં આવી રેકી કરતો હતો.

છેલ્લા એક વર્ષમાં કરેલી ચોરીની કબૂલાત

આરોપીઓએછેલ્લા એક વર્ષ દરમિયાન બારડોલીમાં આવેલા ગામો સરભોણ, બાલદા, કરોડ, વિહાણ, કડોદ તથા માંડવીમાં પલસાણામાં ત્રણ જગ્યાએ તથા કડોદરામાં બે જેવી જગ્યાએ દુકાનોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

કયા-કયાંથી ચોરી કરી હતી

તા.13/1/2016નાં રોજ કલાક 8 દરમિયાન પેરાગામ,સુપા,કુરેલ,વિભાગ સેવા સરકારી મંડળી શાખા નવસારીથી અનાજ કરીયાણાનો સામાન રૂ.7,274ના મુદામાલની ચોરી તા.17/1/2016નાં રોજ કલાક 19.30થી તા.18/1/2016નાં રોજ કલાક 7 કલાકે ગુરૂકુલ સુપા બારડોલી જવાના રોડ ઉપર આવેલા સાવનનગર શોપીંગ સેન્ટરમાંથી એલસીડી મોનિટર, કમ્પ્યુટર સેટ, હોમ થિયેટર,મોબાઇલ ફોન મળી કુલ રૂ.21,000ની ચોરી,તા.26/2/2016નાં રોજ 18.00 થી 21.00 કલાકે દરમિયાન ગુરૂકુલ સુપાગામ, કુરેલ વિભાગ સેવા સરકારી મંડળીમાંથી કોસ્મેટીક ચીજવસ્તુઓ,ઠંડાપીણા તથા રોકડ રૂ.4,200 મળી કુલ રૂપિયા 10,054ની ચોરી કરી હતી.

કરિયાણાની દુકાનમાંથી સામાન ચોરી કરી અન્ય વેચી દીધો હતો

ટોળકીએ પેરાગામ, સુપા વિસ્તારમાં ચાર ઘરફોડચોરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો