તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ દસ્તાવેજ ઊભા કરી જમીન પડાવી લેવાનો કારસો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીતાલુકાના અડદા ગામે આવેલ જમીન ખેડૂત પાસેથી ખોટા દસ્તાવેજ ઉભા કરી પડાવી લેવાનો કારસો રચનારા સામે નવસારી ગ્રામ્ય પોલીસમાં ખેડૂતે ફરિયાદ નોંધાવી છે.

અંગે મળતી માહિતી અનુસાર નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ અડદા ગામે રહેતા મગનભનઇ પટેલ પોતાના ગામમાંજ બ્લોક નં 487/1 નંબરની 12319 ચો.મી ક્ષેત્રફળની જુની શરતની જમીન ધરાવે છે.તેઓ વયસ્ક હોવાથી તેમની જમીન પર તેમનું ગુજરાન ચલાવે છે.પરિવાર હોવાથી તેઓ તેમની પત્ની સાથે રહે છે. વયસ્ક હોવાને કારણે તેઓ ખેતી પર ધ્યાન આપી શક્તા નથી તેનો ગેરલાભ ઉઠાવી તેમના મિત્ર છિતુભાઇ પટેલ રહે ચંદ્રાવાસણ સુપા તથા તેમના મળતીયાઓ રમણભાઇ પટેલ ઉપરાંત ચંદુભાઇ પટેલ વગેરે સાથે મળી જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા.

બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી અધિકારી સાથે મળી જઇ નોટરી કરાવી હતી. વર્ષ 2003માં મગનભાઇના નામની બોગસ સહી કરી હતી અને દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી મગનભાઇ તથા તેમની પત્ની શાંતાબેનના નામોનો ઉલ્લેખ કરી વેચાણ કરાર લખી આપ્યા તરીકે બોગસ દસ્તાવેજો દર્શાવી દીધું હતુ઼ં.

ઉપરાંત મગનભાઇના મોટા ભાઇ અમ્રતભાઇના નામનો ઉલ્લેખ કરી પાવર ઓફ એટર્ની લખી આપનાર તરીકે દસ્તાવેજમાં દર્શાવી દેવામાં આવ્યું હતું.

જમીનના બોગસ દસ્તાવેજના આધારે મગનભાઇની જમીન બીજાના મેળાપીપણામાં પચાવી લેવાનો કારશો રચાયાનું માલુમ પડતા મગનભાઇએ તેમના મિત્રની સહિત નોટરી કરનાર અને નવસારી ગ્રામ્ય મામલતદારના અધિકારી સહિત 8 જેટલા શખ્સો સામે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવા બાબતે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ એકલા રહેતા હોઇ મિત્રએ કારસો રચ્યો

નવસારી ગ્રામ્ય મામલતદાર સહિત 8 સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો