તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • માનવરોગ નિવારણ મંડળ તથા આરોગ્ય કચેરી દ્વારા કેમ્પ યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવરોગ નિવારણ મંડળ તથા આરોગ્ય કચેરી દ્વારા કેમ્પ યોજાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનવરોગનિવારણ મંડળ,નવસારી તથા નવસારી તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે ખડસુપા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા અર્બન હેલ્થ સેન્ટર નવસારી લૂન્સીકૂઇ ખાતે જોખમી સગર્ભા બહેનો માટેના ખાસ તબીબી ચિકિત્સા અને સારવાર શિબિરનું આયોજન થયું હતું.

નવસારીના ડૉ.અંજનાબેન દેસાઇએ માનવ સેવા આપી 68 જેટલી જોખમી સગર્ભા બહેનોની સઘન તપાસ કરી દવા આપવામાં આવી હતી. નવસારી તાલુકા બ્લોક ઓફિસર ડૉ.ધવલ મહેતાએ સૌને આવકારી શિબિર યોજવા પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.માનવરોગ નિવારણ મંડળ,નવસારીના પ્રમુખ રમેશભાઇ વશીએ સૌને આવકારતાં નવસારી તાલુકામાંથી કૂપોષણને દૂર કરવા સહિયારા પુરુષાર્થની હિમાયત કરી હતી.

ધારાગીરીના વતની ઉષાબેન મનોજભાઇ હળપતિની ચોવીસી પ્રા.આ.કેન્દ્ર ખાતે નોંધણી થયેલી અને તપાસ કરતાં જોખમી સ્થિતિ હોવાનું જણાય આવેલ ઉષાબેનના ઉદરમાં બે શીશુઓ પૈકી એક ખૂબજ નબળું હતું. ઉષાબેનને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપતા એક બાળકનું મોત થયું હતુ . સગર્ભાને નવસારી બાદ સુરતમાં સારવાર આપી એક બાળક અને તેનું જસવન બચાવી લેવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો