તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત પ્રાથમિક શિક્ષકોની

નવસારી |નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત પ્રાથમિક શિક્ષકોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત પ્રાથમિક શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સરપોર-પારડી ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનું ઉદઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખરાડીના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જલાલપોર ઈલેવન અને નવસારી ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં જલાલપોર ઈલેવને 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નવસારીની ટીમ રનચેઝ કરવામાં અસફળ રહી હતી. આમ, જલાલપોર ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બની હતી. મેન ઓફ ધી મેચ તેજશ પટેલ અને મેન ઓફ ધી સિરિઝ કપીલ ટંડેલ જાહેર થયા હતો. જલાલપોરની ટીમને ટીપીઈઓ અનિલસિંહ પરમાર તથા ઘટના સંઘના પ્રમુખ કિરણભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્ના.માં વિજેતા

અન્ય સમાચારો પણ છે...