તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભગવાન અને એકાંતિક સંત દુર્લભમાં દુર્લભ છે : પૂ.કૃષ્ણપ્રિય સ્વામી

ભગવાન અને એકાંતિક સંત દુર્લભમાં દુર્લભ છે : પૂ.કૃષ્ણપ્રિય સ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાનઅને એકાંતિક સંત દુર્લભમાં દુર્લભ છે. સત્સંગ પણ દુર્લભમાં દુર્લભ છે. ભગવાન અને સંતની અનુવૃત્તિ મુજબ એમની આજ્ઞા મુજબ જીવન બનાવી એમનો રાજીપો મેળવી લઈએ તો પછી જીવનમાં બીજું શું કરવાનું બાકી રહે ભગવાન સ્વામિનારાયણ અને ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજનો દૃઢ આશરો કરી લઈએ પછી ડરવાનું શા માટેω ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે હરિલીલામૃત પારાયણમાં લક્ષ્મીરામ ઓઝાનું આખ્યાન સંભળાવતા પૂ.કૃષ્ણપ્રિય સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.કૃષ્ણપ્રિય સ્વામીએ કિર્તનને સથવારે આખ્યાનને રસાળ બનાવ્યું હતું. લક્ષ્મીરામ ઓઝાએ તેમની પાસેની 16 રૂપિયાની સંપૂર્ણ મૂડી ભગવાન સ્વામિનારાયણને યજ્ઞ માટે અર્પણ કરી દેતા ભગવાન સ્વામિનારાયણે કહેલું હવે યજ્ઞ સામૈયો પૂર્ણ થઈ જશે. ભગવાન સ્વામિનારાયણે કહેલું કે, બીજાઓ તો તેમની પાસેની મૂડીમાંથી થોડી રકમ આપે જ્યારે લક્ષ્મીરામ ઓઝાએ તો તેમની બધી સંપત્તિ યજ્ઞ માટે આપી દીધી. લક્ષ્મીરામ ઓઝાએ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો મેળવી લીધો હતો. ભાવનગરના રૂપાભાઈ અને રાજાભાઈ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થતા સમાજનો ઘોર વિરોધ થયો હતો. ત્યારે તેઓએ ભગવાન સ્વામિનારાયણને પત્ર લખી શું કરવું એમ પૂછાવતા ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પત્રનો ઉત્તર આપવા કહેલું. બ્રહ્માનંદ સ્વામીએ ગરાસિયાની ભાષામાં પદ લખી જવાબ આપેલો ત્રિવિધ તાપે અંતર ડોલે ટેકીલો ટેક મૂકે રે… મરદ ખરા જગ માંહી… રાજા રહેગા રાણી રહેગી મિટ્ટી સબકી કહાની કહેગી જેવા ચોટદાર ભજનોએ શ્રોતાઓના હૃદય હરી લીધા હતા.

કથામૃતનું રસપાન કરાવતા પૂ.કૃષ્ણપ્રિય સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના કવિ દલપતરામ ભગવાન સ્વામિનારાયણના ભક્ત બનતા તેમના પિતા ડાહ્યાભાઈએ વિરોધ કરી પોતાના મૃત્યુ બાદ દલપતરામ અગ્નિસંસ્કાર કરે અડે નહીં તે માટે સન્યાસી થઈ ગયેલા.

અન્ય સમાચારો પણ છે...