તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 19687 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા અંગે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાશે. નવસારીમાં જિલ્લામાં 44 સેન્ટરોમાં 657 બ્લોકમાં 19687 ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે લેવાનારી રેવન્યુ વિભાગ હેઠળની કલેકટર કચેરીઓ માટે રેવન્યુ તલાટી વર્ગ-3 સંવર્ગની ભરતી પ્રક્રિયા અંગે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. પરીક્ષા નવસારી જિલ્લાના 44 સેન્ટરોના 657 બ્લોક ઉપર 19687 ઉમેદવાર પરીક્ષા આપશે. પરીક્ષા આપનારા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રો ઉપર સવારે 11 કલાકે હાજર થવા જણાવાયું હતું. પરીક્ષા બપોરે 12થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન યોજાશે. નવસારી જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર નવસારીના તમામ પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડિંગના 200 મીટરના ઘેરાવાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ (પરીક્ષાર્થી સહિત)ને હથિયાર, મોબાઈલ લઈ જવા ઉપર કે લાઉડસ્પીકર અને મોટા વાજિંત્ર વગાડવા પ્રતિબંધ ફરમાવાયો છે.

આજે ડાંગમાં તલાટીની પરીક્ષા યોજાશે

ડાંગજિલ્લામાં પણ આજે 28મી ફેબ્રુઆરીના રોજ રેવન્યુ તલાટી વર્ગ-3 સંવર્ગની જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા જિલ્લાના આહવા સરકારી માધ્યમિક શાળા, સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કોલેજ, તાલુકા શાળા, સરદાર શાળા, એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ, દીપદર્શન શાળા, પ્રાથમિક આશ્રમ વિદ્યાલય તેમજ સાપુતારા ખાતે ઋતુંભરા કન્યા વિદ્યામંદિર, નવોદય વિદ્યાલય અને વઘઈ ખાતે ખેતીવાડી માધ્યમિક શાળા, પોલીટેકનિક અને આદર્શ માધ્યમિક શાળા ખાતે યોજાશે.

તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

^આજેરવિવારે યોજાનારી રેવન્યુ તલાટી વર્ગ-3સંવર્ગની પરીક્ષાના આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નિયત સમયે તમામ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. >કે.એફ.વસાવા, શિક્ષણાધિકારી, નવસારી જિલ્લા

અન્ય સમાચારો પણ છે...