જે જન્મ્યો છે તેને સુખ દુ:ખમાંથી પસાર થવું પડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાછી સમાજ નવસારીના સાંસ્કૃતિક ભવન નિર્માણ હેતુ શ્રીમદ ભાગવદ કથા જ્ઞાનયજ્ઞ વૃંદાવનધામ જી.બી.પાર્ક એરૂ ચાર રસ્તા ખાતે ચાલે છે. કથાના છઠ્ઠા દિવસે પોથીપૂજન રમણીકભાઈ દમયંતીબેન ટંડેલે સજોડે કર્યું હતું. વ્યાસપૂજા નીતિનભાઈ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વ્યાસપીઠ પર બિરાજમાન પૂ.વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી જ્ઞાનયજ્ઞને આગળ વધારતા જણાવ્યું કે, માણસે પોતાના કુટુંબ, ગામ, સમાજને ક્યારેય ભૂલવો જોઈએ નહીં. જગતમાં નાનો માણસ પણ મોટું કામ કરતો હોય છે. ભગવાન પર અભિષેક કરવાથી આયુષ્ય મળે છે. પુષ્પ ચઢાવો તો ઐશ્વર્ય મળે. દીપમાળ પ્રગટાવીથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભોગ ધરાવવાથી ભોગ મળે છે. બીજાને જમાડ્યા પછી જમો તે મહાપ્રસાદ છે. જે માણસ આરતી દર્શન કરે તેનો બીજો જન્મ બ્રાહ્મણનો મળે. પ્રસન્ન મન ભગવાનને આપવું. પ્રસન્ન ચિત્તે પૂજા કરવી. જન્મ, જરા, મૃત્યુને મંગલ કરનારા બિલીપત્ર છે. મનુષ્યનું જીવન વન્ડર ફૂલ હોવું જોઈએ. સંતોષકારક જીવન હોવું જોઈએ. સહજ મૃત્યુ પીડાવગરનું હોવું જોઈએ.

સુખ, દુ:ખ, ભય કર્મના કારણે થાય છે. જગતમાં જે જન્મ્યો છે તેને સુખ દુ:ખમાંથી પસાર થવું પડે. દુ:ખ આવે તેવી વ્યવસ્થાન નથી. દુ:ખ સમયવગર આવતું નથી. માગવાથી સુખ મળતું નથી. દુ:ખ આવે છે માણસના કાળ, ગુણ, કર્મ અને સ્વભાવના કારણે. સુખમાં રહેવું હોય તો મૈત્રીભાવ રાખો. કરૂણા ભાવ રાખો. ભગવાનને ડરથી નહીં આદરથી ભજો. પામરને પુરૂષોત્તમ બનાવી દે એનું નામ નારી. સૂર, સંત અને સતિથી ધર્મ રક્ષાયો છે. સ્ત્રીએ ધર્મ પાળવાનો અને પળાવવાનો. શાસ્ત્રીની આજ્ઞામાં રહેવું તપ છે. ધર્મ ટક્યો હોય તો શ્રદ્ધાળુ, શ્રોતાઓને કારણે. કથા શાંતિ આપે છે. સંતની નજર પડે તો ઉન્નત થઈ જવાય. જ્યાં સ્વધર્મ હોય ત્યાં થાક લાગે. વૈકુંઠમાં વેદગાન છે, વ્રજમાં વેણુનાદ છે.

અન્ય સમાચારો પણ છે...