• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ઓંજલ માછીવાડ બસ સ્ટેન્ડ પાસે 3.85 લાખનો દારૂ ઝડપાયો

ઓંજલ-માછીવાડ બસ સ્ટેન્ડ પાસે 3.85 લાખનો દારૂ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના ઓંજલ-માછીવાડ ગામે આઈશર ટેમ્પોમાંથી માછીવાડ બસ સ્ટેન્ડ નજીકથી જલાલપોર પોલીસે રૂ.3,85,680ની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ટેમ્પોમાંથી પોલીસને રૂ.10,10,000ની કિંમતનો મેટેનીલીક એસિડ પાવડર પણ મળી આવતા કુલ રૂ.18,95,680ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ટેમ્પોચાલક પોલીસને જોઈ ટેમ્પો મૂકી ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ઓંજલ-માછીવાડના બળવંતભાઈ મગનભાઈ ટંડેલએ આઈશર ટેમ્પો નં.જીજે-19-યુ-4672માં ઈંગ્લીશ દારૂનો જથ્થો દમણથી ભરીને પાવડરની ગુણીની આડમાં છુપાવીને ઓંજલ માછીવાડ ખાતે રહેતા નીરૂબેન બળવંતભાઈ ટંડેલ, દક્ષાબેન સુખરામભાઈ ટંડેલ તથા ધનકીબેન સુરદાસભાઈ કરશનભાઈ ટંડેલ ને પહોંચાડવાનો છે. ટેમ્પો દમણથી નિકળી ઓંજલ-માછીવાડ પહોંચવાની તૈયારીમાં છે તેવી બાતમીના આધારે જલાલપોર પીઆઈ એમ.એ.ખેર, પીએસઆઈ ડી.સી.સાકરીયા તથા તેમની ટીમે ઓંજલ-માછીવાડ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવી પહોંચ્યો હતો. જોકે, ટેમ્પોચાલક પોલીસને ઓળખી જતાં ટેમ્પો રોડની બાજુએ મૂકી ભાગી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટેમ્પોમાં તપાસ કરતા મેટેનીલીક એસિડ પાવડરની રૂ.10,10,000ની કિંમતની 202 ગુણની આડમાં રૂ.3,85,680ની કિંમતની 4092 બિયર તથા વ્હિસ્કીની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા પાવડર સહિત રૂ.5 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂ.18,95,680ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ જમાદાર દિલીપભાઈ ઉત્તમભાઈએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...