તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાપરુ કાપી સુપા ગામે મંડળીની દુકાનમાં ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાસુપા ગામ સ્થિત સુપા (કુરેલ) વિભાગ સેવા મંડળી લિ.ની દુકાનમાંથી અનાજ કરિયાણા, કોસ્મેટિક સહિત રૂ.10000ની મતા ચોરાયા અંગેની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી.

નવસારીના સ઼પા ગામ સ્થિત સુપા (કુરેલ) વિભાગ સેવા મંડળી લી.માં ફરજ બજાવતા પાર્થ રાજેન્દ્રભાઈ પારેખે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નંધાવેલી ફરિયાદ મુજબ તેઓ શુક્રવારે સાંજે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. સવારે મંડળીની દુકાનના પાછળ આવેલા મહાદેવ મંદિરના પૂજારીનો ફોન આવ્યો હતો કે, દુકાનનું છાપરું કપાયેલું જણાઈ રહ્યું છે. જેથી દુકાને પહોંચીને જોતા દુકાનનો સામાન વેરવિખેર પડેલો જોયો હતો. તેમણે તપાસ કરતા દુકાનમાંથી રૂ.5240ની આનજ કરિયાણા અને કોસ્મેટિક વસ્તુઓ તથા કાઉન્ટરના ખાનામાંથી રૂ.4240 રોકડા ગાયબ જણાયા હતા. બાબતે તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...