Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બૃહદ અનાવિલ સમાજ દ્વારા અલૂણાં નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
બૃહદઅનાવિલ સમાજ નવસારી દ્વારા અલુણા-ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન સમાજના પ્રમુખ મુકેશભાઇ નાયકના અધ્યક્ષ સ્થાને અનાવિલ વાડી જોષી મહોલ્લો નવસારી ખાતે કરવામાં આવ્યું હતું.
સમાજની બાળાઓ તથા મહિલાઓને પ્રોત્સાહિત કરવા બાળાઓ માટે અલુણાની રાણી વસ્ત્ર પરિધાન તથા મહિલાઓ માટે ખાયણાં તેમજ ફરાળી વાનગી જેવી સ્પર્ધાનું આયોજન થયું હતુ. જેમાં અલુણાની રાણી તથા વસ્ત્ર પરિધાન સ્પર્ધામાં 24 બાળાઓએ,ખાયણાં સ્પર્ધામાં 27 બહેનોએ તેમજ અલુણાની ફરાળી વાનગી સ્પર્ધામાં 19 બહેનોએ ભાગ લીધો હતો.જે પૈકીની અલુણાની રાણી 3થી 9 વર્ષની સ્પર્ધામાં પ્રથમક્રમે વેદાંશી નાયક,દ્વિતીયક્રમે જીયા નાયક તૃતીય ક્રમે સીયા દેસાઇ વિજેતા થઇ હતી. જ્યારે 10 થી 14 વર્ષની સ્પર્ધામાં પ્રથમક્રમે મહેક નાયક, દ્વિતીયક્રમે પલ નાયક તથા તૃતીય ક્રમે ટિ્વસા નાયક વિજેતા થઇ હતી.ફરાળી વાનગી સ્પર્ધામાં પ્રથમક્રમે હેતલ દેસાઇ, દ્વિતીય ક્રમે અંકિતા દેસાઇ, તૃતીયક્રમે ફોરમ નાયક વિજેતા થઇ હતી.ખાયણાં સ્પર્ધામાં પ્રથમ ક્રમે બેલા નાયક, દ્વિતીય ક્રમે સીમા મહેતા તથા કૃપા દેસાઇ તેમજ તૃતીય ક્રમે હિરલ દેસાઇ વિજેતા થયા હતા. ઉપરોક્ત તમામ વિજેતાઓને 18 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર તેજસ્વિતા અભિવાદન સમારંભમાં ઇનામ વિતરણ કરવામાં આવશે.
વિવિધ સ્પર્ધામાં મોટસંખ્યામાં બહેનોએ ભાગ લીધો