તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીને ઝોનલ બેસ્ટ કેવિકે એવોર્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીને ઝોનલ બેસ્ટ કેવિકે એવોર્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીયકૃષિ અનુસંધાન પરિષદ ન્યુ દિલ્હી દ્વારા વર્ષ 2015 માટે ઝોન-6 અંતર્ગત નવસારીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રને ઝોનલ બેસ્ટ કેવિકે એવોર્ડ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે એનાયત થતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીમાં આનંદની લાગણી પ્રસરી છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ,ન્યુ દિલ્હી દ્વારા 2015 માટે ઝોન-6 અંતર્ગત ગુજરાત તથા રાજસ્થાનના કુલ 72 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પૈકી ઝોન-6 નો ઝોનલ બેસ્ટ કેવિકે એવોર્ડ 2016 નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પ્રાપ્ત થયો હતો.આ એવોર્ડ નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે કેવિકે નવસારીના વડા ડૉ .સી.કે.ટીંબડીયા તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ નિયામક ડૉ .જી.આર.પટેલને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં રૂપિયા 4 લાખની ધનરાશિ તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયા હતા. કેવિકે નવસારીની પાંચ વર્ષની કામગિરીનું નિરિક્ષણ કરી,ખેડૂતોના કૃષિ વિકાસમાં તાલીમો,પાક નિદર્શનો તથા વિસ્તરણ પ્રવૃતિઓના માધ્યમથી કૃષિ તાંત્રિકીઓ વિશાળ ખેડૂત સમુદાય સુધી પહોંચાડી અને ખેડૂતોની સધ્ધરતા માટે અસરકારક કામગિરી કરવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગુજરાત-રાજસ્થાનના 72 કેન્દ્રમાંથી પસંદગી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીને ઝોનલ બેસ્ટ કેવિકે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો