તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોના PFના નાણાં જમા કરાવવા તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનીજાણીતી સ્કૂલ વિદ્યાકુંજની શિક્ષકોના પીએફના નાણાં જમા કરવાની સૂચના એમ્પ્લોઈઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઈઝેશન સુરત શાખાએ સ્કૂલ મેનેજમેન્ટને આપી છે. જેને લઈને વિદ્યાકુંજ સ્કૂલ પુન: એક વખત ચર્ચામાં આવી છે.

નવસારીની જાણીતી વિદ્યાકુંજ સ્કૂલ અવારનવાર શિક્ષકો અને મેનેજમેન્ટ વચ્ચેની માથાકૂટને લઈ વિવાદમાં રહી છે. અગાઉ શિક્ષકોના પીએફના કપાતા નાણાંની ખોટી ગણતરી કરાયાની સુરત પીએફ ઓફિસમાં કેટલાક શિક્ષકોએ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે સુરત પીએફ ઓફિસથી સ્કૂલમાં અચાનક તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન પીએફ ઓફિસના અધિકારીઓએ સ્કૂલમાંથી કેટલાક અગત્યના દસ્તાવેજો કબજે કર્યા હતા. જેની ચકાસણી બાદ હિસાબમાં રૂ. 24,31,227 જેટલી માતબર રકમ શિક્ષકોના ખાતામાં જમા થઈ હોય હોવાનું બહાર આવ્યું હતું. જેથી તપાસના અંતે પીએફ અધિકારીએ વિદ્યાકુંજ સ્કૂલ મેનેજમેન્ટને શિક્ષકોના પીએફના નાણાંની રકમ ભરવા માટે તાકિદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો