તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના મોબાઈલ સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીલોકલ ક્રાઈમ બ્રાંચે ચોરી કરેલા મોબાઈલ સાથે બે યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી એલસીબી પીઆઈ જે.એન. પંચાલ મિલકત સંબંધી ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હે.કો. રાકેશ શ્રીરામ તથા કોન્સ્ટેબલ કલ્પેશભાઈ મોહનભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે તીઘરા નવી વસાહતમાં મંદિર પાસે બે યુવાનો ઉભા છે તેમની પાસે ચોરીના મોબાઈલ છે.

બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મંદિર પાસે ઉભેલા સાજીદ અનવર ખાન અને ઈમામ ઉર્ફે સલમાન શાબીર શેખ (બંને રહે. તીઘરા, નવી વસાહત)ની અટક કરી હતી. બંનેની અંગજડતી કરતા સાજીદના ખિસ્સામાંથી રૂ. 6000ની કિંમતનો એચટીસી કંપનીનો મોબાઈલ તથા ઈમામ શેખ પાસેથી વીવો કંપનીનો રૂ. 10 હજારનો મોબાઈલ મળી આવ્યો હતો.

જેની પોલીસે પૂછતાછ કરતા બંને મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું શંકાના આધારે અટક કરી વધુ તપાસ ટાઉન પોલીસને સુપરત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો