તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ‘નિર્જીવ વસ્તુ પ્રભાવ પાથરી શકે તો સાધુના લીલાચરિત્રોની ગાથા સારી અસર કરી શકે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘નિર્જીવ વસ્તુ પ્રભાવ પાથરી શકે તો સાધુના લીલાચરિત્રોની ગાથા સારી અસર કરી શકે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આપણાસંતાનોમાં નાનપણથી ભગવાનમાં શ્રધ્ધા કરાવવી જેથી મોટા થતાં કોઇ મુશ્કેલી સર્જાય.જો એમ નહિ કરવામાં આવશે તો બાળકોમાં વિકૃતિ આવવાની પુરેપુરી શક્યતા છે.રાજા પરીક્ષિત ધ્રુજાવે એવા બળવાન અને શુરવીર હતા.તેમણે માથે જરાસંઘનો મુગટ ધારણ કરતાં મુસીબત સર્જાય હતી.સુકદેવજી બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સંત હતા.તેમણે સાત દિવસમાં કથાવાર્તા દ્વારા પરિક્ષીત રાજાને સંપૂર્ણ જ્ઞાન આપી મુક્તિ અપાવી હતી.

વર્તમાન કાળે પ્રમુખ સ્વામી બાપા એવા એકાંતિક-ગુણાતીત સંત છે.સર્વોપરી ભગવાન સ્વામીનારાયણ એમના દ્વારાપ્રગટ છે.ઉપરોક્ત શબ્દો નવસારી ગ્રીડ સ્વામીનારાયણ મંદિરે રવિસત્સંગ સભાને સંબોધતાં પુ.પુરુષોત્તમચરણ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં.

પુ.પુરુષોત્તમચરણ સ્વામીએ કથામૃતનું રસપાન કરાવતાં વધુમાં જણાવ્યું હતું કે જેમ જરાસંઘનો મુગુટ પહેરતાં પરીક્ષિત રાજાની મતિ બદલાઇ હતી તેમ જો નિર્જીવ વસતું આપણા ઉપર પ્રભાવ પાથરી શકે તો પછી ભગવાન અને ભગવાનના સાધુનાં લીલાચરિત્રોની ગાથા આપણા ઉપર કેમ અસર કરી શકેω નિત્ય સંતસમાગમ કરવો અને મનન-ચિંત્વન કરતા રહેવું જેથી આપણે અધ્યાત્મને માર્ગેથી કદી નીચે પટકાઇએ.

પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ હવે આપણે ત્યાં પણ જોવા મળી રહયો છે ત્યારે આપણાં સંતાનોને એનાથી બચાવવાં હશે તો તેઓને પણ નિત્ય સત્સંગ કરાવવો આપણાં સંતાનો આપણી મૂડી છે.સમય ફાળવી સંતાનો સાથે નિયમિત રોજ વાતો કરવી અને નાનપણથી તેમને અધ્યાત્મને માર્ગે વળવા જેથી મોટા થતાં તેઓ અવળે માર્ગે નહિ વળે.

પુ.ડૉ.પૂર્ણકામ સ્વામીએ મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય ગુણોનું રસપાન કરાવતાં જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ તેમના સંપર્કમાં આવેલા તમામને સ્વામીનારાયણ ભગવાનની સર્વોપરીતાની નિષ્ઠા કરાવી હતી.જેઓ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાત સમજતા નથી તેને મહારાજ અક્ષરધામમાં તેડી જતા નથી. સ્વામીનારાયણ નામનો મહિમા એવો છે કે નામમાં બધાં તીર્થોનો સમાવેશ થઇ જાય છે.ગુણાતીતાનંદ સ્વામીએ સારેઠ દેશોમાં સેવા સમર્પણ ભાવ અને નિષ્ઠાવાન હરિભક્તો તૈયાર કર્યા હતાં.આપણે પણ સેવા-સમર્પણ-નિષ્ઠાવાન સાચા ભક્ત બનવાનું છે.એવાં બુદ્ધિબળ અને શક્તિ સૌને મળે એવી મહારાજ સ્વામીના ચરણારવિંદમાં પ્રાર્થના ગુજારી હતી.

સ્વામીનારાયણ મંદિરે પુરુષોત્તમચરણ સ્વામીનું ઉદબોધન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો