તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • આમરી નજીક પાસે ટ્રક અડફેટે વિજલપોરના બાઇકસવારનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમરી નજીક પાસે ટ્રક અડફેટે વિજલપોરના બાઇકસવારનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીતાલુકાના આમરી ગામ નજીક ટ્રકચાલકે મોડી સાંજે વિજલપોરના યુવાનની બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બાઈકસવાર એક યુવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના અંગે ગ્રામ્ય પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત અંગે મળતી માહિતી મુજબ વિજલપોરના સરસ્વતિ નગરમાં રહેતો મોહનભાઈ ગોવિંદભાઈ ચૌધરી (ઉ.વ. 38) પોતાના હોન્ડા શાઈન બાઈક (નં. જીજે-21-એએફ-1149) લઈ તેમના મિત્ર સુધાકર ખાંડરે સાથે કામઅર્થે નીકળ્યો હતો. તેઓ આમરી નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમની બાઈકને ટ્રક (નં. જીજ-21-ટીડબલ્યુ-7014)ના ચાલકે ટક્કર મારી દીધી હતી. 17મીએ 6.45 કલાકની આસપાસ ઘટના ઘટી હતી.

અકસ્માતના પગલે બાઈકચાલક મોહન ચૌધરીને તથા સુધાકર ખાંડરેને ઈજા પહોંચી હતી. તેમને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નવસારીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન બાઈકચાલક મોહનભાઈ ચૌધરીનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. ઘટના અંગે ઈજાગ્રસ્ત સુધારક ખાંડરેએ ટ્રકચાલક વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો